અમદાવાદમાં ન્યૂ રાણીપ અને પાલડીમાં બે ચેન સ્નેચિંગના બનાવ
અમદાવાદ, 02 નવેમ્બર (હિ.સ.) : શહેરમાં હવે લોકોને કાયદાનો કે પોલીસનો કોઈ ડર રહ્યો હોય તેવું લાગતું નથી. ન્યુ રાણીપ અને પાલડીમાં બનેલા બે બનાવોમાં વૃદ્ધ મહિલા અને 76 વર્ષના વૃદ્ધને નિશાન બનાવવામાં આવ્યા છે. એક બનાવમાં બાઈક પર આવેલા બે શખસોએ ચેઈન ખેંચ
અમદાવાદમાં ન્યૂ રાણીપ અને પાલડીમાં બે ચેન સ્નેચિંગના બનાવ


અમદાવાદ, 02 નવેમ્બર (હિ.સ.) : શહેરમાં હવે લોકોને કાયદાનો કે પોલીસનો કોઈ ડર રહ્યો હોય તેવું લાગતું નથી. ન્યુ રાણીપ અને પાલડીમાં બનેલા બે બનાવોમાં વૃદ્ધ મહિલા અને 76 વર્ષના વૃદ્ધને નિશાન બનાવવામાં આવ્યા છે. એક બનાવમાં બાઈક પર આવેલા બે શખસોએ ચેઈન ખેંચી હતી, જ્યારે બીજા બનાવમાં સરનામું પૂછવાના બહાને એક્ટિવા ચાલકે વૃદ્ધને લૂંટી લીધા હતા.

ન્યુ રાણીપની સહજ સેન્ચુરીમાં રહેતા રોનક ભાવસારનાં માતા કોકિલાબેનની રોજની દિનચર્યામાં ન્યુ રાણીપના ખુલ્લા મેદાનમાં પક્ષીઓને ચણ નાખવા જાય છે.

ગઈકાલે ચણ નાખીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે શખસોએ તેમના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેઈન ખેંચી લીધી હતી. કોકિલાબેન કંઈ સમજે તે પહેલાં જ બંને ગઠિયા આંખના પલકારામાં ફરાર થઈ ગયા હતા. આ મામલે રોનકે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય બનાવમાં પાલડીની પ્રભાકુંજ સોસાયટીમાં રહેતા 76 વર્ષીય પ્રવિણ સંઘવી પણ સ્નેચરોનો ભોગ બન્યા હતા.તેઓ ઘરમાંથી કચરો નાખવા માટે બહાર નીકળ્યા હતા, ત્યારે એક્ટિવા પર આવેલા શખસે સરનામું પૂછવાના બહાને તેમને રોક્યા હતા.

પ્રવિણભાઈ સરનામું સમજાવે તે પહેલાં જ ગઠિયાએ તેમના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી લીધી હતી અને ફરાર થઈ ગયો હતો. આ અંગે તેમણે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.બંને બનાવોમાં ગઠિયાઓએ વૃદ્ધોની રોજિંદી પ્રવૃત્તિ દરમિયાન તકનો લાભ લઈને ચેઈન સ્નેચિંગ કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande