પાટણ નગરપાલિકામાં વહીવટી ફેરફાર: બે અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકામાં કર્મચારીઓની અછત વચ્ચે વહીવટી કામગીરી સુચારૂ રાખવા ચીફ ઓફિસર દ્વારા ત્રણ મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિર્ણય મુજબ ટેક્સ સુપ્રીટેન્ડેન્ટ લક્ષ્મણ પટેલને વાહન શાખાનો વધારાનો ચાર્જ સોંપવામાં આ
પાટણ નગરપાલિકામાં વહીવટી ફેરફાર: બે અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો


પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકામાં કર્મચારીઓની અછત વચ્ચે વહીવટી કામગીરી સુચારૂ રાખવા ચીફ ઓફિસર દ્વારા ત્રણ મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિર્ણય મુજબ ટેક્સ સુપ્રીટેન્ડેન્ટ લક્ષ્મણ પટેલને વાહન શાખાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ જય રામીને ગુમાસ્તાધારા અને વ્યવસાય વેરા શાખાની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ વાહન શાખાનો ચાર્જ સંભાળતા સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલ પાસેથી આ જવાબદારી પરત લેવામાં આવી છે.

નગરપાલિકામાં લાંબા સમયથી વહીવટી સ્ટાફ અને કાયમી કર્મચારીઓની અછત વર્તાઈ રહી છે. જૂના કર્મચારીઓ નિવૃત્ત થયા બાદ નવી ભરતી પ્રક્રિયા ન થવાને કારણે વિવિધ શાખાઓની કામગીરી અન્ય અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપીને ચલાવવામાં આવી રહી છે. જેના પગલે ઉપલબ્ધ કર્મચારીઓ વચ્ચે જવાબદારીઓની પુનઃવહેંચણી કરવામાં આવી છે, જેથી વહીવટી કામગીરીમાં કોઈ અડચણ ન આવે.

સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલને વાહન શાખાના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવતાં હવે તેઓ શહેરની સ્વચ્છતા વ્યવસ્થા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. નગરપાલિકા તંત્રના આ આંતરિક ફેરફારથી વિવિધ શાખાઓ વચ્ચે સંકલન વધવાની સાથે વહીવટી કામગીરીને ગતિ મળશે અને શહેરની સફાઈ વ્યવસ્થાને પણ પ્રાથમિકતા આપી શકાશે તેવી અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande