અંકલેશ્વરમા આર્મી જવાન અને તેના ભાઈ પર 7 શખ્સોના ટોળાનો જીવલેણ હુમલો
આર્મી જવાન સત્યેન્દ્ર કુશવાહા આસામના ગુવાહાટી ખાતે આર્મીમાં ''નાઈક'' પોસ્ટ પર ફરજ બજાવે છે યુવાનોએ આર્મી જવાનને મારી નાકમાં ફ્રેક્ચર કર્યું જ્યારે નાના ભાઈ જિતેન્દ્રને હોઠ પર 5 ટાંકા આવ્યા હુમલા બાદ જાન સે માર દેંગેની ધમકી આપનાર 7 યુવાનો સામે અ
અંકલેશ્વરમા આર્મી જવાન અને તેના ભાઈ પર 7 શખ્સોના ટોળાનો જીવલેણ હુમલો


આર્મી જવાન સત્યેન્દ્ર કુશવાહા આસામના ગુવાહાટી ખાતે આર્મીમાં 'નાઈક' પોસ્ટ પર ફરજ બજાવે છે

યુવાનોએ આર્મી જવાનને મારી નાકમાં ફ્રેક્ચર કર્યું જ્યારે નાના ભાઈ જિતેન્દ્રને હોઠ પર 5 ટાંકા આવ્યા

હુમલા બાદ જાન સે માર દેંગેની ધમકી આપનાર 7 યુવાનો સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો

ભરૂચ 22 નવેમ્બર (હિ.સ.)

દેશની સરહદોની રક્ષા કરતા એક આર્મી જવાન પર અંકલેશ્વરમાં અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આસામના ગુવાહાટી ખાતે ફરજ બજાવતા જવાન અને તેના નાના ભાઈને 7 જેટલા યુવાનોએ બેરહેમીપૂર્વક માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અંકલેશ્વરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આસામના ગુવાહાટી ખાતે ભારતીય સેનામાં 'નાઈક' તરીકે ફરજ બજાવતા સત્યેન્દ્ર કુશવાહા અને તેમના નાના ભાઈ જિતેન્દ્ર પર 7 જેટલા યુવાનોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલો કરનાર યુવાનો આ વાતથી તદ્દન અજાણ હતા કે તેઓ જે વ્યક્તિ પર હાથ ઉગામી રહ્યા છે તે દેશની સેવા કરતા એક આર્મી જવાન છે.

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી એફઆઈઆર મુજબ, 7 શખ્સોના ટોળાએ બંને ભાઈઓ પર અચાનક હુમલો કરી માર મારવાનું શરૂ કર્યું હતું. આ હિંસક હુમલામાં આર્મી જવાન સત્યેન્દ્ર કુશવાહાને નાકના ભાગે ગંભીર ઈજા થતા ફ્રેક્ચર થઈ ગયું હતું. બીજી તરફ, તેમના નાના ભાઈ જિતેન્દ્રને પણ મોઢાના ભાગે ઈજા પહોંચતા હોઠ પર 5 ટાંકા લેવાની ફરજ પડી હતી.

ઘટનાને અંજામ આપ્યા બાદ બેફામ બનેલા આરોપીઓએ બંને ભાઈઓને જાન સે માર દેંગે તેવી ખુલ્લી ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે ભોગ બનનાર દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવતા નીખીલ સહાની, સંદીપસીંગ ,રાજકુમાર ,રિતુરાજ પાંડે ,ચંદન શર્મા ,અભિષેક ચૌધરી અને દીપક ચૌધરી તમામ રહે ચંડાલ ચોકડી ગડખોલ અંકલેશ્વર કુલ 7 હુમલાખોર યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande