હારીજમાં ભાજપનું ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : હારીજના જલારામ પાર્ટી પ્લોટ ખાતે ભાજપ દ્વારા ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું હતું. કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર વીરાજી ઠાકોરે કાર્યકર્તાઓને 2027ની વિધાનસભા ચૂંટણીમાં ચાણસ્મા બેઠક
હારીજમાં ભાજપનું ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું


હારીજમાં ભાજપનું ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું


હારીજમાં ભાજપનું ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું


પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : હારીજના જલારામ પાર્ટી પ્લોટ ખાતે ભાજપ દ્વારા ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું હતું. કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર વીરાજી ઠાકોરે કાર્યકર્તાઓને 2027ની વિધાનસભા ચૂંટણીમાં ચાણસ્મા બેઠક પર જંગી બહુમતીથી જીત મેળવી ગાંધીનગરમાં ભાજપનું કમળ મોકલવા હાકલ કરી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા સંગઠિત થઈને કામ કરવા જણાવ્યું હતું.

દિલીપ ઠાકોરે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતાં ઉજ્જવલા યોજનાને ગરીબ પરિવારો માટે રાહતરૂપ ગણાવી હતી. તેમણે કાર્યકર્તાઓને સરકારની યોજનાઓ અને વિકાસકાર્યોની માહિતી જનતા સુધી પહોંચાડવા સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પૂર્વ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરને ભાજપના ઓબીસી મોરચાના પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી સોંપાતા હારીજ શહેર ભાજપ સંગઠન અને ચાણસ્મા મતવિસ્તારના આગેવાનોએ સાલ, ફેટો અને ભેટસોગાદ આપી તેમનું સન્માન કર્યું હતું.

કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, દશરથજી ઠાકોર, ભરતભાઈ આર્ય, રોહિતભાઈ ગોસાઈ, મુકેશજી ઠાકોર, ઋષિભાઈ ઠક્કર સહિત ચાણસ્મા, હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌએ સાથે ભોજન લીધું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande