જનપ્રતિનિધિઓ અને નાગરિકોના પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા ભાવનગર કલેક્ટરની તાકીદ
ભાવનગર, 22 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો તેમજ નાગરિકોની રજૂઆતો અંગે સંબંધ
સંકલન સમિટની બેઠક


ભાવનગર, 22 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો તેમજ નાગરિકોની રજૂઆતો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું સમયમર્યાદામાં અસરકારક અને ગુણવત્તાસભર નિરાકરણ આવે તે માટે કલેક્ટરે તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. નાગરિકોને સરકારી કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓનો સમયસર ઉકેલ આવે અને વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે તે બાબતે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવાએ પાણી પુરવઠા, સિંચાઈ, વન વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

કલેક્ટરે રજૂ થયેલા પ્રશ્નો માત્ર નોંધવા પૂરતા મર્યાદિત ન રહે, પરંતુ તેના ઉકેલ માટે નક્કર કાર્યવાહી થાય અને કામગીરીની પ્રગતિ પર સતત દેખરેખ રાખવામાં આવે તેવી તાકીદ કરી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક જયશ્રીબેન જરુ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande