
ગીર સોમનાથ, 22 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) અને આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે રવિવાર, તા. ૨૨ નવેમ્બર ૨૦૨૬ના રોજ પોલિયો મુક્ત ભારત અભિયાન અંતર્ગત વોર્ડ નં. ૫ માં પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાનમાં જિલ્લા આંગણવાડીના અધિકારી અને સીડીપીના માર્ગદર્શન નેચા આંગણવાડી વર્કર પ્રજ્ઞાબેન બારોટ અને પરમાર અમૃતાબેન દ્વારા બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપાં પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી અને વાલીઓએ પણ ઉત્સાહભેર બાળકોને રસી અપાવી હતી.
આ પ્રસંગે શુભેચ્છા મુલાકાત મુકેશભાઈ ચોલેરા, અનિષ રાચ્છ, કેવિન કાનાબાર અને લાલચંદ પરશુરામ વોર્ડ નં. ૫ ના નગરસેવક અસ્પકભાઈ મુલક, યાસીનભાઈ માનવ, હનીફભાઈ મલક અને ઈમરાનભાઈ પંજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, સહિતના અગ્રણીઓએ રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ