
ગીર સોમનાથ, 22 નવેમ્બર (હિ.સ.) : ઉના તાલુકાના મોઠા ગામે સ્વામી મુક્તિ ચેતન્ય મંદિરે 16મા તુલસી વિવાહનું આયોજન થયું. ગામના ધૂન મંડળની બહેનોએ આ કાર્યક્રમ યોજ્યો હતો. આ વર્ષે કન્યાદાન મુક્તિ ચેતન્ય મંદિરની બાજુમાં રહેતા કેશુર પરેશભાઈ ધીરુભાઈએ કર્યું.
દર વર્ષે અલગ-અલગ લોકો યજમાન બની કન્યાદાનમાં ભાગ લે છે. ધૂન મંડળની બહેનો દ્વારા તુલસી વિવાહના આ કાર્યક્રમમાં સમગ્ર ગામના લોકોએ કાર્યક્રમમાં જોડાઈને સહયોગ આપ્યો. સવારે 9 વાગ્યે મંડપ મુહૂર્ત અને ગ્રહશાંતિની વિધિ થઈ હતી. પીઠી અને રાત્રે જાણ આગમન સનાતન ધર્મની પરંપરા અનુસાર તમામ વિધિઓ કરવામાં આવી હતી ચેતન્ય મંદિર પરિસરમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. મંડપમાં લગ્નવિધિ થઈ. વ્રત કરતી દીકરીઓએ પૂજન કર્યું. ઉપસ્થિત ભક્તોને પ્રસાદ અને બાળાઓને ફરાળ આપવામાં આવ્યું. ધૂન મંડળની બહેનો દર અગિયારસે ધૂન કરે છે. તેઓ બગદાણા ગુરુ આશ્રમ અને ગામનાં મંદિરોમાં સેવા આપે છે. મૂંગા પ્રાણીઓ માટે ગૌશાળામાં લાડવા અને રોટલા બનાવે છે. આજુબાજુનાં ગામોમાં ધાર્મિક પ્રસંગે ધૂન ગાવા અને હાજરી આપવા પણ જાય છે. અને આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે.
આ તુલસી વિવાહની શરૂઆત 15 વર્ષ પહેલાં સ્વ. તારાચંદ હીરાચંદ પારેખ અને સ્વ. વિનોદચંદ્ર મણીલાલ પારેખના માર્ગદર્શન હેઠળ ધૂન મંડળની બહેનોએ કરી હતી. આ આયોજનમાં ભાગડી પ્રસાદ ગ્રહણ કરી અને ગ્રામજનોને ધન્યતા અનભવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ