મહારાષ્ટ્રના ભાવિકો, હરિપાઠ અને અભંગના ગાન સાથે ગિરનાર પરિક્રમામાં લીન
મરાઠવાડાથી આવેલા શ્રદ્ધાળુઓએ જૂનાગઢ વહીવટી તંત્રની વ્યવસ્થાઓને બિરદાવી, આગામી વર્ષે પણ પરિક્રમામાં જોડાવાનો સંકલ્પ જૂનાગઢ, 22 નવેમ્બર (હિ.સ.) ગિરનાર લીલી પરિક્રમા માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહાપર્વ બની રહી છે. મહ
મહારાષ્ટ્રના ભાવિકો હરિપાઠ અને અભંગના ગાન સાથે


-મરાઠવાડાથી આવેલા શ્રદ્ધાળુઓએ જૂનાગઢ વહીવટી તંત્રની વ્યવસ્થાઓને બિરદાવી, આગામી વર્ષે પણ પરિક્રમામાં જોડાવાનો સંકલ્પ

જૂનાગઢ, 22 નવેમ્બર (હિ.સ.) ગિરનાર લીલી પરિક્રમા માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહાપર્વ બની રહી છે. મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં આવેલા ભાવિકો ભક્તિભાવપૂર્વક પરિક્રમા કરી રહ્યા છે. મહારાષ્ટ્રની સમૃદ્ધ સંત પરંપરાની ભક્તિધારાને જીવંત રાખતા આ ભાવિકો પોતાની પોતીકી મરાઠી ભાષામાં, સંત જ્ઞાનેશ્વર મહારાજના હરિપાઠ અને ગુરુપરંપરાના અભંગોનું ભાવપૂર્વક ગાન કરી રહ્યા છે. તેમના કીર્તન અને ભજનથી પરિક્રમા માર્ગ પર ભક્તિમય વાતાવરણ સર્જાઈ રહ્યું છે.

મહારાષ્ટ્રના પરળી વૈજનાથથી આવેલા ભાવિકે જણાવ્યું હતું કે, તેઓ બીજી વખત ગિરનાર લીલી પરિક્રમામાં જોડાયા છે. ગિરનારનું આધ્યાત્મિક મહત્ત્વ અને તેની પાવન ભૂમિ સાથેનો પરિચય થતાં તેમની આસ્થા વધુ દૃઢ બની છે. સંત જ્ઞાનેશ્વર મહારાજના હરિપાઠનું વિશેષ મહત્ત્વ છે, પરિક્રમા દરમિયાન તેઓ ગુરુપરંપરાના અભંગોનું ગાન કરીને ભક્તિભાવ વ્યક્ત કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના ભાવિકો સામૂહિક રીતે હરિપાઠ અને અભંગોનું ગાન કરી રહ્યા છે. ભજન-કીર્તનના માધ્યમથી તેઓ, પોતાની સંત પરંપરા અને ગુરુભક્તિને ગિરનારની પાવન ભૂમિ સાથે જોડી રહ્યા છે. ગિરનાર અને દત્ત શિખરનાં દર્શન કરવાની અભિલાષા સાથે આગામી વર્ષે ત્રીજી વખત પણ પરિક્રમામાં જોડાવાનો તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

પરિક્રમાના અનુભવ અંગે તેમણે જણાવ્યું હતું કે, અહીંની વ્યવસ્થાઓ ખૂબ સારી છે અને પરિક્રમા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. જૂનાગઢ વહીવટી તંત્ર ખૂબ સારી સુવિધાઓ કરવામાં છે. ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરતાં તેમણે ગિરનાર પરિક્રમા સાથેનો આ આધ્યાત્મિક સંબંધ આગામી વર્ષોમાં પણ અવિરત જાળવી રાખવાની ભાવના વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande