વહીવટી તંત્રની સુચારુ વ્યવસ્થાથી પરિક્રમાનો અનુભવ બન્યો યાદગાર : પોરબંદરના બખરલાના ભાવિકે વ્યક્ત કર્યો આનંદ
જુનાગઢ, 22 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના બખરલા ગામેથી પ્રથમ વખત ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા ભાવિકે અહીંની વ્યવસ્થાઓ જોઈ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓની સુવિધા અને સુરક્ષા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પ
પરિક્રમાર્થીના હૈયે અનેરો આનંદ


જુનાગઢ, 22 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના બખરલા ગામેથી પ્રથમ વખત ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા ભાવિકે અહીંની વ્યવસ્થાઓ જોઈ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓની સુવિધા અને સુરક્ષા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત, આરોગ્ય સેવાઓ, ઠેરઠેર પીવાના પાણીની વ્યવસ્થા તેમજ અન્નક્ષેત્રો દ્વારા ભોજનની સુવિધાઓને કારણે પરિક્રમામાં કોઈ અગવડતા અનુભવાતી નથી. આ સુવિધાઓને કારણે પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી પડતી નથી અને પ્રથમ પરિક્રમાનો અનુભવ આનંદદાયક બન્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગિરનારની પ્રકૃતિના ખોળે ત્રણ દિવસ વિતાવી આધ્યાત્મિક આનંદ માણવાની અનુભૂતિ ખરેખર અનોખી છે. તેમણે સૌ ભાવિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પરિક્રમાની પવિત્ર પરંપરા જાળવવાની સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ અને પ્રકૃતિ-પર્યાવરણનું જતન કરીએ. શ્રદ્ધા અને આનંદ સાથે ગિરનારની ગોદમાં પરિક્રમાનો લ્હાવો લઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande