ગિરનાર પરિક્રમામાં ઇમરજન્સી સેવા: ટ્રેચર દ્વારા લઈ જઈ ઇજાગ્રસ્ત મહિલાને અપાઈ તાત્કાલિક સારવાર
જુનાગઢ, 22 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોની આરોગ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપીને આરોગ્ય વિભાગ દ્વારા સતત તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પરિક્રમા માર્ગ પર બોરદેવી ગેટથી આશરે ૫૦૦ મીટર દૂર મહેસાણા જિલ્લાના ઉષાબેન વાસુદેવભાઈ
ગિરનાર પરિક્રમામાં ઇમરજન્સી


જુનાગઢ, 22 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોની આરોગ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપીને આરોગ્ય વિભાગ દ્વારા સતત તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પરિક્રમા માર્ગ પર બોરદેવી ગેટથી આશરે ૫૦૦ મીટર દૂર મહેસાણા જિલ્લાના ઉષાબેન વાસુદેવભાઈ પટેલ પડી જતાં તેમના જમણા પગમાં ઈજા પહોંચી હતી. પગમાં થયેલી ઈજાને કારણે તેઓ ચાલી શકે તેવી સ્થિતિમાં નહોતાં.

ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક મદદે પહોંચી હતી. પરિક્રમા માર્ગ પર ભાવિકોની ભીડ અને ટ્રાફિકના કારણે ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી પહોંચી શકે તેમ ન હોવાથી આરોગ્યકર્મીઓએ ટ્રેચરની મદદથી ઇજાગ્રસ્ત મહિલાને આશરે ૫૦૦ મીટર સુધી સુરક્ષિત રીતે લાવી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી. આ રીતે પરિક્રમા દરમિયાન ઊભી થતી કટોકટીની પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમયસૂચકતા અને સંવેદનશીલતા સાથે કામગીરી કરી ભાવિકને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande