કચ્છ રણોત્સવ 2026 : સફેદ રણની સુંદરતા જળવાશે, પ્રવાસીઓની સુવિધામાં થશે વધારો, કલેક્ટર અનિલ રાણાવસિયાએ ધોરડોમાં જાતે ચકાસી વ્યવસ્થાઓ
નો પ્લાસ્ટિક'' અને ''નો સ્પિટિંગ ઝોન''ના નિયમોનો કડક અમલ કરવા તંત્રને તાકીદ; બસ ટિકિટથી રણ પરમિટ સુધીની પ્રક્રિયાનો અધિકારીઓએ લીધો જાત અનુભવ, પ્રવાસીઓ પાસેથી પણ જાણ્યા પ્રતિભાવો કચ્છ, 22 નવેમ્બર (હિ.સ.) : કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણની મુલાકાતે
કલેક્ટર અનિલ રાણાવસિયાએ ધોરડોમાં જાતે ચકાસી રણોત્સવની વ્યવસ્થાઓ


કલેક્ટર અનિલ રાણાવસિયાએ ધોરડોમાં જાતે ચકાસી રણોત્સવની વ્યવસ્થાઓ


કલેક્ટર અનિલ રાણાવસિયાએ ધોરડોમાં જાતે ચકાસી રણોત્સવની વ્યવસ્થાઓ


કલેક્ટર અનિલ રાણાવસિયાએ ધોરડોમાં જાતે ચકાસી રણોત્સવની વ્યવસ્થાઓ


કલેક્ટર અનિલ રાણાવસિયાએ ધોરડોમાં જાતે ચકાસી રણોત્સવની વ્યવસ્થાઓ


'નો પ્લાસ્ટિક' અને 'નો સ્પિટિંગ ઝોન'ના નિયમોનો કડક અમલ કરવા તંત્રને તાકીદ; બસ ટિકિટથી રણ પરમિટ સુધીની પ્રક્રિયાનો અધિકારીઓએ લીધો જાત અનુભવ, પ્રવાસીઓ પાસેથી પણ જાણ્યા પ્રતિભાવો

કચ્છ, 22 નવેમ્બર (હિ.સ.) : કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને યાદગાર અનુભવ મળે તે માટે જિલ્લા વહીવટીતંત્રે તૈયારીઓ વધુ તેજ બનાવી છે. રણોત્સવ દરમિયાન પ્રવાસીઓની અવરજવર, સ્વચ્છતા, વાહન વ્યવહાર, પીવાનું પાણી, શૌચાલય અને સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ સુદ્રઢ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે ધોરડો સફેદ રણની મુલાકાત લઈ સ્થળ પરની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન કલેક્ટર સહિત જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ ગેટવે ટુ રણ રિસોર્ટ, ટેન્ટ સિટી અને સફેદ રણ ખાતે પ્રવાસીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. પ્રવાસીઓને મળી રહેલી સુવિધાઓ અંગે તેમના અનુભવો અને સૂચનો જાણીને જરૂરી સુધારા માટે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને સબરસ બસ સ્ટેન્ડ ખાતે બસની ટિકિટ અને રણ પરમિટ મેળવવાની પ્રક્રિયા અધિકારીઓએ જાતે કરીને પ્રવાસીઓની સુવિધા અને સંભવિત મુશ્કેલીઓનો અનુભવ કર્યો હતો.

સફેદ રણની પ્રાકૃતિક સુંદરતા અને સ્વચ્છતા જાળવવા કલેક્ટરે 'નો પ્લાસ્ટિક' અને 'નો સ્પિટિંગ ઝોન'ના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા સૂચના આપી હતી. પ્રવાસીઓ દ્વારા કચરો ફેંકવામાં ન આવે તે માટે પૂરતો સફાઈ સ્ટાફ તૈનાત કરવા તેમજ જરૂર પડ્યે નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું.

સમીક્ષા દરમિયાન સબરસ પાર્કિંગથી વોચ ટાવર સુધીની બસ સેવા, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, બીએસએફ ચેકપોસ્ટ અને પોલીસ બંદોબસ્તની વિગતો તપાસવામાં આવી હતી. સરહદી વિસ્તારની સુરક્ષા જાળવવા બીએસએફના અધિકારીઓ સાથે સંકલન અંગે પણ ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત હાલના શૌચાલયોની સ્થિતિ, નવા ટોયલેટ બ્લોકની નિર્માણ કામગીરી અને પાર્કિંગ-૨ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા વધારવા સૂચનાઓ અપાઈ હતી.

રણોત્સવ દરમિયાન આરોગ્ય સેવાઓ, વોચ ટાવર નજીક ૧૦૮ ઇમરજન્સી સેવા, અવિરત વીજ પુરવઠો, રસ્તાઓની મરામત, સ્ટોલ ફાળવણી, ઊંટગાડી અને ઘોડાગાડીનું નિયમન તેમજ પ્રવાસીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરતી મોબાઈલ ટીમની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ભુજથી ધોરડો સુધીના માર્ગનું નિરીક્ષણ કરી ટ્રાફિક અને માર્ગ વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવા જણાવાયું હતું.

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આગામી સમયમાં સફેદ રણ ખાતે હાથ ધરાનારા નવા પ્રવાસન પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ માત્ર વ્યવસ્થાઓ તપાસવાનો નહીં, પરંતુ પ્રવાસીઓના પ્રતિભાવના આધારે રણોત્સવને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો રહ્યો હતો. વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તંત્રએ કચ્છના પ્રવાસન ગૌરવ સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા અને સુરક્ષા જાળવવા સંકલિત કામગીરીનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande