મોજશોખ પૂરા કરવા ચોરી કરતો શખ્સ ઝડપાયો, સુરત ક્રાઈમ બ્રાંચે 4 ગુનાઓનો ભેદ ઉકેલ્યો
સુરત, 22 નવેમ્બર (હિ.સ.): સુરત ક્રાઈમ બ્રાંચની આર્મ્સ સ્ક્વોડ ટીમે વાહન અને મોબાઈલ ચોરીના કેસમાં 32 વર્ષીય સાવરદાસ કિશનદાસ સ્વામીને ઝડપી પાડ્યો છે. મૂળ રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢનો રહેવાસી આરોપી હાલ સુરત રેલવે સ્ટેશન નજીક ફૂટપાથ પર રહેતો હતો.
Arrest


સુરત, 22 નવેમ્બર (હિ.સ.): સુરત ક્રાઈમ બ્રાંચની આર્મ્સ સ્ક્વોડ ટીમે વાહન અને મોબાઈલ ચોરીના કેસમાં 32 વર્ષીય સાવરદાસ કિશનદાસ સ્વામીને ઝડપી પાડ્યો છે.

મૂળ રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢનો રહેવાસી આરોપી હાલ સુરત રેલવે સ્ટેશન નજીક ફૂટપાથ પર રહેતો હતો. તેની સામે અગાઉ પણ પુણા, સલાબતપુરા અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2025માં તેની સામે PASA હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પોતાના મોજશોખ પૂરા કરવા માટે જાહેર પાર્કિંગમાં પાર્ક કરેલા ટુ-વ્હીલરની ચોરી કરતો હતો. આ ઉપરાંત વાહનોની ડેકીના લોક તોડીને અંદર રાખેલા મોબાઈલ ફોન પણ ચોરી લેતો હતો. છેલ્લા 20 દિવસ દરમિયાન તેણે ખટોદરાના ચેતક શો-રૂમના પાર્કિંગ અને નવી સિવિલ હોસ્પિટલ પાસેથી બે ટુ-વ્હીલરની ચોરી કરી હતી. જ્યારે સુવાલી બીચ અને ડુમસ સી-ફેસિંગ પાર્કિંગમાંથી બે મોબાઈલ ફોન ચોર્યા હોવાની કબૂલાત કરી છે.

પોલીસે આરોપી પાસેથી સુઝુકી એક્સેસ 125, હીરો સ્પ્લેન્ડર, રેડમી A1 અને iQOO Z10 સહિત કુલ ₹1,09,999નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીથી ખટોદરા, ડુમસ અને હજીરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન અને મોબાઈલ ચોરીના કુલ ચાર વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande