
વિભાજી સ્કૂલ સામે શરૂ થયેલી માર્કેટમાં બાળકો, મહિલાઓ અને પુરુષો માટેના વિવિધ ગરમ કપડાંનું વેચાણ શરૂ
જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) :
જામનગર શહેરમાં શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિભાજી સ્કૂલ સામે તિબેટ માર્કેટ શરૂ થઈ છે. તિબેટીયન વેપારીઓ દ્વારા શહેરીજનો માટે વિવિધ પ્રકારના ગરમ વસ્ત્રોના વેચાણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જામનગરમાં શિયાળાની ઋતુની શરૂઆત થતા જ ગરમ વસ્ત્રોના વેચાણ માટે તિબેટીયન વેપારીઓનું આગમન થયું છે. શહેરની વિભાજી સ્કૂલ સામે દર વર્ષની પરંપરા અનુસાર તિબેટ માર્કેટ શરૂ કરવામાં આવી છે.
આ માર્કેટમાં બાળકો, મહિલાઓ અને પુરુષો માટે સ્વેટર, જેકેટ, શાલ, મફલર, ટોપી અને હાથમોજાં સહિતની વિવિધ વેરાયટી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા માટે નાગરિકો ગરમ વસ્ત્રોની ખરીદી કરતા હોય છે, ત્યારે આ તિબેટ માર્કેટ દર વર્ષે જામનગરવાસીઓ માટે ખરીદીનું મુખ્ય કેન્દ્ર બને છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt