પાટણમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 22, 26 અને 29 નવેમ્બરના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની આગામી કાર્યક્રમોના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંગઠનાત્મક એકતા, સામાજિક સમરસતા અને બંધારણીય મૂલ્યોના પ્રચાર-પ્રસાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
પાટણમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 22, 26 અને 29 નવેમ્બરના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.


પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની આગામી કાર્યક્રમોના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંગઠનાત્મક એકતા, સામાજિક સમરસતા અને બંધારણીય મૂલ્યોના પ્રચાર-પ્રસાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ નરેશભાઈ પરમાર, મહામંત્રી અરવિંદભાઈ પરમાર સહિત મોરચાના પૂર્વ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં આગામી 22 નવેમ્બર, 2026ના રોજ વિધાનસભા સ્નેહમિલન કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે 26 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા પાટણ શહેરના રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચશે. આ ઉપરાંત 29 નવેમ્બરના રોજ 'મન કી બાત કાર્યક્રમ – સામાજિક સમરસતા કે સાથ' યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં સંવિધાન ગૌરવ દિવસના સંયોજક અશોકભાઈ પરમાર, પૂર્વ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી ગંગારામભાઈ સોલંકી, જિલ્લા ડેલિગેટ પુનાભાઈ સોલંકી ઉપરાંત મંડલ પ્રમુખો, મહામંત્રીઓ, જિલ્લા પદાધિકારીઓ, કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો તથા જિલ્લા અને તાલુકાના ડેલિગેટ્સ જોડાયા હતા. આગામી તમામ કાર્યક્રમોમાં મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી હતી. સંગઠન મજબૂત બનાવવા અને સામાજિક સમરસતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે બેઠક પૂર્ણ થઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande