
- મેળા મુલાકાતિઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો.
સોમનાથ 22 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામના અને હાલ સજા ભોગવતા કેદીઓ દ્વારા સોમનાથ કાર્તિક મેળામાં કરાયેલો ભજીયા સ્ટોલ મેળા પ્રેમીઓનું દિલ જીતી લીધું છે.
સોમનાથ ખાતે પ્રભાસના ઇતિહાસ રુચિ ધરાવનારા ભાસ્કર વૈધ જ્યારે આ સ્ટોલની મુલાકાત લીધી ત્યારે વિગતો આપતા જેઇલ અધિકારીઓ ગોસ્વામી, ડાભી અને વિપુલભાઈએ જણાવ્યું કે સોમનાથના સ્ટોલમાં 14 પાકા કામના કેદી તથા 9 સ્ટાફ અને જેઇલર ગ્રુપ - 2 ના અધિકારી ડી.એચ.ડાભીના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે સોમનાથમાં અમારો આ વખતે નવો પ્રયોગ એ છે કે આ વખતે પ્રથમ વખત જ શુદ્ધ સીંગતેલમાં ભજીયાં બનાવશે જે આ અગાઉ કપાસ તેલમાં બનતા ભજીયાંનો ભાવ એક કિલોના રૂપિયા 300 રહેલ છે ભજીયા કહો કે ગોટા જેમાં લીલી મેથી અને લીલા મરચાના મસાલેદાર ભજીયાં સાથે મસાલા લીમડા કઢી લોકો આંગળા ચાટતા રહી જાય તેવી મહેનત કરાય છે અને મોડી સાંજે તો ભજીયાં ખરીદવા લાંબી - લાંબી લાઈનો લાગે છે. લગભગ છેલ્લા 20 વર્ષથી આ સ્ટોલ કાયમી મેળામાં કાર્યરત હોય છે એટલું જ નહીં સોમનાથ ટ્રસ્ટ આ સ્ટોલને મેળાનું આકર્ષણ ગણી દર કાર્તિકી પૂર્ણિમા મેળા પહેલાં આ મેળામાં સ્ટોલ લાવવા ખાસ આમંત્રણ આપે છે. ભજીયા હાઉસમાં કામ કરતાં કેદીઓ સ્વચ્છતા અંગે પૂરતી કાળજી રાખે છે, માથે પ્લાસ્ટિકની કેપ પહેરવી અને કામકાજમાં પ્લાસ્ટિકના મોજા પહેરવા તથા અન્ય ધારાધોરણો પસંદ કરાયેલા કારાવાસીઓ માટેના ધોરણોમાં જે લોકો 75% સજા ભોગવી હોય ફલો રજા કે પેરોલ રજામાં રજા ભોગવી સમયસર જેલમાં હાજર થયા હોય જેઇલમાં વર્તણુંક સારી હોય અને જેલમાં ફરસાણ બનાવવા ઉદ્યોગમાં કાર્યરત હોય તેવા બંદીજનો ભાગલે છે. જે કદી વિશ્વાસ ભંગ નથી કરતા એટલું જ નહીં આ સ્ટોલનો ઉદ્દેશ મુખ્ય એ છે કે તેઓ અહીં શીખેલ ઉધમ જ્યારે તેની સજા પૂરી થાય ત્યારે જેલ બહાર નીકળી આત્મસન્માન સાથે સ્વ રોજગારી મેળવી પગભર થઈ શકે અને પરિવારનું પોષણ કરી શકે તેવો શુભ આશય છે રાજકોટ જેઇલમાં ઉદ્યોગ વિભાગમાં ફર્નિચર વિભાગ પણ કાર્યરત છે. ખાદીવણાટ વિભાગ આસનપટ્ટા પણ બનાવે છે જે પણ વેચાણ વિભાગમાં કાર્યરત છે.
રાજકોટ ખાતે કાયમી ધોરણે રાજકોટ જેઇલના બે ભજીયા હાઉસ છે જેમાં રાજકોટ એ.જી. ચોક અને રાજકોટ મધ્યસ્થ જેઇલ સંચાલિત પોપટપરા ખાતે પણ કાયમી ધોરણે ભજીયા કેન્દ્ર કાર્યરત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ