પાટણમાં એક્ટિવા ચોરીના ગુનામાં 12 ગુનાના આરોપીની ધરપકડ
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : પાટણ સીટી બી ડિવિઝન પોલીસે એક્ટિવા ચોરીના ગુનામાં બાલીસણામાં રહેતા 24 વર્ષીય રંગુજી પ્રવિણજી ઠાકોરની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી રૂ. 60 હજારની કિંમતનું ચોરાયેલું હીરો હોન્ડા એક્ટિવા (GJ-24-BE-0278) કબજે કર્યું છે. વ
પાટણમાં એક્ટિવા ચોરીના ગુનામાં 12 ગુનાના આરોપીની ધરપકડ


પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : પાટણ સીટી બી ડિવિઝન પોલીસે એક્ટિવા ચોરીના ગુનામાં બાલીસણામાં રહેતા 24 વર્ષીય રંગુજી પ્રવિણજી ઠાકોરની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી રૂ. 60 હજારની કિંમતનું ચોરાયેલું હીરો હોન્ડા એક્ટિવા (GJ-24-BE-0278) કબજે કર્યું છે.

વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ શોધવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન હ્યુમન સોર્સ અને નેત્રમ કમાન્ડ કંટ્રોલની મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન ચોરાયેલું એક્ટિવા લઈને આરોપી પાટણના ટી.બી. ત્રણ રસ્તા પાસે ઊભો હોવાની બાતમી મળતાં પોલીસે તેને ઝડપી લીધો હતો.

પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન આરોપીએ એક્ટિવા ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ કાર્યવાહી નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા અને બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2018થી 2026 દરમિયાન આરોપી સામે બાલીસણા, વિસનગર, પાટણ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરી, અપહરણ, દુષ્કર્મ અને પ્રોહિબિશન સહિતના કુલ 12 ગુના નોંધાયેલા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande