
પોરબંદર , 23 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરી રહેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ધરમપુર ગામના વાડી વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે સ્થળ પરથી રૂ.2,71,200ની કિંમતની 480 બોટલો કબજે કરી હતી.
જોકે, આ જથ્થો જેની કબજાવાળી ઓરડી માંથી મળી આવ્યો તે આરોપી ગોગન પાલાભાઈ મોરી પોલીસને હાજર મળી આવ્યો નહોતો.જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અનુસાર LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન ASI બટુકભાઈ વિંઝુડા, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરાને ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે ધરમપુર ગામ સામે નવા રબારીકેડા વિસ્તારમાં
સોમનાથ દ્વારકા હાઇવે પરના રેલવે બ્રિજ નીચે વસ્તા પૂંજાભાઈ મોરીના રહેણાક મકાન પાસે આવેલી ગોગન પાલાભાઈ મોરીની કબજાવાળી ઓરડીમાં તપાસ કરવામાં આવી હતી.જ્યાંથી ઇમ્પીરીયલ સ્ટાઇલ બ્લેન્ડેડ વ્હિસ્કીની 750 MLની કુલ 480 સીલબંધ બોટલો મળી આવી હતી.દારૂની બોટલો 12-12 નંગ
ભરેલાં કુલ 40 પૂંઠાનાં બોક્સમાં રાખવામાં આવી હતી. પોલીસે રૂ. 2,71,200નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.આ મામલે હાજર નહીં મળી આવેલા આરોપી ગોગન પાલાભાઈ મોરી, રહે. નવો રબારીકેડા, ધરમપુર સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પ્રોહિબિશન એક્ટની કલમ 65(A), 116(B) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં LCB ઇન્ચાર્જ PI એચ.એમ. જાડેજા સહિત ASI બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, સલીમભાઈ પઠાણ, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, કુલદીપસિંહ
જાડેજા, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મક્કા, લક્ષ્મણભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, નાગાજણભાઈ પરમાર, કોન્સ્ટેબલ
નટવરભાઈ ઓડેદરા તથા ડ્રાઇવર
હેડ કોન્સ્ટેબલ જગમાલભાઈ ભારવાડિયા
જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya