
પોરબંદર, 23 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર એલસીબીએ બોખીરા વિસ્તારમાં જુગાર અને દારૂના ગેરકાયદે કારોબાર સામે કાર્યવાહી કરતાં ત્રણ માઇલ રોડ પર આવેલી સોનલ ઓટોકન્સલ્ટ નામની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. અહીં ચાલતા જુગારધામ માંથી ઓફિસ સંચાલક સહિત સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસને સ્થળ પરથી રૂ. 83,400 રોકડા અને ગંજીપત્તા ઉપરાંત ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 42 સીલબંધ બોટલો મળી આવી હતી.પોલીસની વિગતો મુજબ, બોખીરા ત્રણ માઇલ રોડ પર નાયરા પેટ્રોલપંપ પાસે આવેલી ઓફિસમાં બહારથી લોકોને બોલાવી ગંજીપત્તા વડે તીનપત્તીરોન પોલીસ નામનો જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી મળી હતી.જેના આધારે એલસીબીની ટીમે દરોડોપાડતાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા હતા.પોલીસે ઝડપાયેલા આરોપીઓમાં (1) રાજુ કારાભાઈ ઓડેદરા (32), (2) મેઘ વિરમભાઈ મૈયારિયા (46), (3) માલદે કેશવભાઈ મોઢવાડિયા (30), (4) પ્રતાપ હરદાસભાઈ ઓડેદરા (38), (5) પરબત હમીરભાઈ ઓડેદરા (50), (6) અજય લખમણભાઈ મોઢવાડિયા (24) અને
(7) જીતુભાઈ દેવાભાઈ કોટિયા (ઉ.વ. 54)નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તા નંગ-52 અને રોકડા રૂ. 83,400 મળી કુલ રૂ. 83,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.દરમિયાન ઓફિસની તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 42 સીલબંધ બોટલો મળી આવી હતી, જેની કિંમતરૂ. 17,368 થાય છે.
આ
દારૂનો જથ્થો પૂરો પાડનાર નીલેષ ધેલાભાઈ બોખીરિયા અને અરશી કરશનભાઈ મોઢવાડિયા સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, બંને આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.સમગ્ર કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જપીઆઈ એચ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya