'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' નિમિત્તે, ભંડોળ એકત્રીકરણમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવતો રાજકોટ જિલ્લો
50 હજારથી વધુની રકમનો ફાળો આપનારા 29 દાતાઓનું સન્માન કરાયું રાજકોટ,24 નવેમ્બર (હિ.સ.) ''સશસ્ત્ર સેના ધ્વજ દિવસ'' નિમિત્તે ભંડોળ એકત્ર કરવાની કામગીરીમાં રાજકોટ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને ગૌરવવંતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગત વર
Rajkot district ranks first in the entire state in fundraising on the occasion of 'Armed Forces Flag Day'


- 50 હજારથી વધુની રકમનો ફાળો આપનારા 29 દાતાઓનું સન્માન કરાયું

રાજકોટ,24 નવેમ્બર (હિ.સ.) 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' નિમિત્તે ભંડોળ એકત્ર કરવાની કામગીરીમાં રાજકોટ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને ગૌરવવંતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગત વર્ષે નિર્ધારિત 25 લાખના લક્ષ્યાંકની સામે રાજકોટમાંથી 90 લાખ જેટલી માતબર રકમ એકત્ર થઈ હતી. આમ, રાજકોટ જિલ્લાએ લક્ષ્યાંક કરતાં ત્રણ ગણો વધુ ફાળો એકત્ર કરતા રાજકોટ જિલ્લાની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું હતું.

આ નોંધપાત્ર સફળતામાં તંત્ર અને સમાજના સહિયારા પ્રયાસો જોવા મળ્યા હતા.50 હજારથી વધુની રકમનો ફાળો આપનારી કુલ 29 સંસ્થાઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી, જેમાં સરકારી કચેરીઓ તેમજ ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે. 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' નિમિત્તે ભંડોળ એકત્રીકરણ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયા, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ અને જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવોના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી કમાન્ડર પવન કુમારે જવાનો અને તેમના પરિવારો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરતી આ કામગીરીમાં યોગદાન આપનારા સૌને બિરદાવ્યા હતા તેમજ જિલ્લા કલેક્ટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે ડો. સુભાષ એકેડમી, જૂનાગઢે સૌથી વધુ 41 લાખનું દાન આપ્યું હતું તેમજ સરકારી કચેરીઓમાં સૌથી વધુ પોલીસ કમિશ્નરની કચેરીએ 3 લાખનો ફાળો આપ્યો હતો. પી.જી.વી.સી.એલ.-સીટી, પી.જી.વી.સી.એલ.-રૂરલ, વેસ્ટર્ન રેલવે, એસ.આર.પી. ગ્રુપ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જી.એસ.આર.ટી.સી. પ્રાદેશિક કચેરી, કાર્યપાલક ઈજનેરની કચેરી, પોલીસ અધિક્ષકની કચેરી સહિત અનેક સરકારી કચેરીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 7 ડિસેમ્બરે ઉજવાતા 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' ઉજવવાનો આશય દેશના જવાનો, પૂર્વ સૈનિકો અને શહીદોના પરિવારના કલ્યાણ માટે સહાયરૂપ થવાનો છે. આ તકે વિવિધ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ અને દાતાઓ પરિજનો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande