ગુરુનાનક જયંતી નિમિત્તે, ભાવનગરમાં ત્રણ સ્થળે રક્તદાન અને આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન
ભાવનગર,24 નવેમ્બર (હિ.સ.)શ્રી ગુરુનાનક જયંતીની ઉજવણી નિમિત્તે, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરના સહયોગથી શહેરમાં 24 નવેમ્બરના રોજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શહેરના ત્રણ ગુરુદ્વારામાં રક્તદાન શિબિર અને આરોગ્ય તપાસ
આરોગ્ય તપાસ નું આયોજન


ભાવનગર,24 નવેમ્બર (હિ.સ.)શ્રી ગુરુનાનક જયંતીની ઉજવણી નિમિત્તે, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરના સહયોગથી શહેરમાં 24 નવેમ્બરના રોજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શહેરના ત્રણ ગુરુદ્વારામાં રક્તદાન શિબિર અને આરોગ્ય તપાસ કેમ્પ યોજાશે.

સંત બાબા સ્વરૂપ દાસજી ગુરુદ્વારા, સિંધુનગર ખાતે સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી કેમ્પ યોજાશે. નવા ગુરુદ્વારા, રસાલા કેમ્પ ખાતે સાંજે 6થી રાત્રે 10 વાગ્યા સુધી તેમજ જૂના ગુરુદ્વારા, રસાલા કેમ્પ ખાતે સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરાયું છે.

આ કેમ્પમાં રક્તદાન શિબિર, જનરલ હેલ્થ ચેકઅપ, બ્લડપ્રેશર અને હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત ધારાસભ્ય સેજલબેન પંડ્યાના સહયોગથી સિંધિ સમાજનાં અપરિણીત યુવક-યુવતીઓ માટે થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ પણ યોજાશે.

રક્તદાન એ માનવતાની ઉત્તમ સેવા છે. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા રક્તદાનથી ત્રણ વ્યક્તિઓને નવું જીવન મળી શકે છે. ત્યારે વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે. સાથે જ સિંધિ સમાજના લોકોને આ તમામ આરોગ્ય સેવાઓનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા તમામ ગુરુદ્વારાના સંચાલન મંડળો અને સેવાભાવી લોકોનો સહયોગ બદલ આભાર વ્યક્ત કરી ગુરુનાનક જયંતીની શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande