રાજકોટમાં 2 થી 5 ડિસેમ્બર દરમિયાન- ‘શહેરકક્ષાનો કલા મહાકુંભ-2026,28 જેટલી કલાઓની સ્પર્ધાઓ યોજાશે
વિવિધ સ્પર્ધાઓમાં અંદાજિત 1400 જેટલા કલાકારો ભાગ લેશે રાજકોટ,24 નવેમ્બર (હિ.સ.) દર વર્ષે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ યુવા પ્રતિભાઓને પોતાની કલાત્મક અભિવ્યક્તિ માટે યોજાતી સ્પર્ધા 2 થી 6 ડિસેમ્બર દરમિયાન શહેરકક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
રાજકોટમાં 2 થી 5 ડિસેમ્બર દરમિયાન- ‘શહેરકક્ષાનો કલા મહાકુંભ-2026,28 જેટલી કલાઓની સ્પર્ધાઓ યોજાશે


- વિવિધ સ્પર્ધાઓમાં અંદાજિત 1400 જેટલા કલાકારો ભાગ લેશે

રાજકોટ,24 નવેમ્બર (હિ.સ.) દર વર્ષે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ યુવા પ્રતિભાઓને પોતાની કલાત્મક અભિવ્યક્તિ માટે યોજાતી સ્પર્ધા 2 થી 6 ડિસેમ્બર દરમિયાન શહેરકક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ દ્વારા યુવા પ્રતિભાઓને પોતાની કલાત્મક અભિવ્યક્તિ માટે યોગ્ય મંચ પૂરો પાડવા અને ગુજરાતી સંસ્કૃતિ તથા કલાના વારસાને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજકોટમાં ‘કલા મહાકુંભ 2026 ’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારા ચાર દિવસીય કાર્યક્રમમાં વક્તૃત્વ, ભરતનાટ્યમ, તબલા, હાર્મોનિયમ, લોકસંગીત, લોકનૃત્ય, રાસ, ગરબા, એકપાત્રીય અભિનય, કથક, સમૂહગીત, સુગમ સંગીત, ભજન, ચિત્રકલા સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે,જેમાં અંદાજિત 1400 જેટલા કલાકારો ભાગ લેશે.

જે પૈકી સૌથી વધુ કલાકારો, પ્રાચીન ગરબામાં 300 કલાકારો, લોકનૃત્યમાં 260 કલાકારો અને રાસ સ્પર્ધામાં 220 જેટલા કલાકારો ભાગ લેશે.

રાજકોટ શહેરના ઝોન નં.1 થી 8 માં પ્રથમ ક્રમે વિજેતા થયેલા તેમજ જિલ્લા કચેરી ખાતે સીધા ફોર્મ ભરેલા તમામ સ્પર્ધકોએ નિર્ધારિત સ્પર્ધાના સમયથી 15 મિનિટ વહેલા સ્પર્ધા સ્થળે હાજર રહેવાનું રહેશે,

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande