
બોટાદ, 24 નવેમ્બર (હિ.સ.)બોટાદ જિલ્લાના બેરોજગાર અને રોજગાર મેળવવા ઇચ્છુક યુવાનોને રોજગારીની તક મળી રહે તે હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. 26 નવેમ્બર, 2026ના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં વિવિધ કંપનીઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
બોટાદના ખસ રોડ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે આવેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીમાં સવારે 11 કલાકે ભરતી મેળો યોજાશે. જેમાં ગ્રામીણ કોટા એક્સેસ બેંક લિમિટેડ, બોટાદ દ્વારા કેન્દ્ર મેનેજર અને ફિલ્ડ ઓફિસર, કટારીયા ઓટોમોબાઇલ્સ, બોટાદ દ્વારા સેલ્સ એક્ઝિક્યુટિવ તથા આર.એમ.પી. બેરિંગ્સ, રાણપુર દ્વારા મશીન ઓપરેટરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોની વયમર્યાદા 18થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 10, ધોરણ 12, ગ્રેજ્યુએટ, આઇટીઆઇ અને ડિપ્લોમા પાસ ઉમેદવારો ભાગ લઈ શકશે.
ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ આધાર કાર્ડ અને શૈક્ષણિક લાયકાતના તમામ જરૂરી દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. આ ઉપરાંત ઉમેદવારોએ અનુબંધમ વેબપોર્ટલ (anubandham.gujarat.gov.in) પર જોબસીકર તરીકે નોંધણી કરાવવાની રહેશે. નોંધણી બાદ લોગિન કરીને જોબફેર મેનુમાં જરૂરી વિગતો ભરી ભરતી મેળામાં ભાગ લઈ શકાશે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો કચેરી સમય દરમિયાન સંપર્ક કરવા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA