સોમનાથ ખાતે ચાલતા કાર્તિકી પૂર્ણિમાના મેળામાં 'પર્યટન પર્વ'માં લોકગાયિકા ભૂમિ પંચાલના કોકિલકંઠી સૂરોએ નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા
ગીર સોમનાથ, 24 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે ચાલતો કાર્તિકી પૂર્ણિમાનો મેળામાં લોકો આનંદ લઈ રહ્યા છે ત્યારે હરિ અને હરની ભૂમિ પ્રથમ જ્યોતિર્લિંગના સાન્નિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં કલા અને સંસ્કૃતિના સમન્વય સમા ''પર્યટન પ
લોકગાયિકા ભૂમિ પંચાલના કોકિલકંઠી સૂરોએ નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા


ગીર સોમનાથ, 24 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે ચાલતો કાર્તિકી પૂર્ણિમાનો મેળામાં લોકો આનંદ લઈ રહ્યા છે ત્યારે હરિ અને હરની ભૂમિ પ્રથમ જ્યોતિર્લિંગના સાન્નિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં કલા અને સંસ્કૃતિના સમન્વય સમા 'પર્યટન પર્વ'ની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં લોકગાયિકા ભૂમિ પંચાલે શિવસ્તુતિ સહિતના ભજન અને લોકગીતો રજૂ કરી જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી.

ભૂમિ પંચાલે 'રમતા લાલ જોગી...', 'નાચે સદાશિવ, નાચે ભૈરવ....', 'વનમા રે મહાદેવનો ચેલો....','યમુનાના પાણી ગ્યા'તા રે...', 'વ્હાલા આ તો છે વ્હાલપનું વ્હાલ' જેવા વિવિધ ગીતો પ્રસ્તુત કર્યા હતાં.

લયબદ્ધ સંગીત અને લોકગાયિકા ભૂમિ પંચાલના કોકીલકંઠી સૂરો સાથેની વિવિધ સંગીતમય પ્રસ્તુતિઓ માણી અને નાગરિકો મંત્રમુગ્ધ થયાં હતાં

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande