
બંને દેશોના પ્રધાનમંત્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત NFSU અને નેપાળ પોલીસના ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) વચ્ચે ફોરેન્સિક સંશોધન, તાલીમ અને ટેકનોલોજીના આદાન-પ્રદાન માટે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા
ગાંધીનગર, 24 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU) અને નેપાળ પોલીસના ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) વચ્ચે ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં સહયોગ માટે સમજૂતી કરાર (MoU) થયા છે. ભારત અને નેપાળના પ્રધાનમંત્રીઓની ઉપસ્થિતિમાં થયેલા આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે ફોરેન્સિક શિક્ષણ, વૈજ્ઞાનિક તપાસ, સંશોધન અને ક્ષમતા નિર્માણની કામગીરીને વધુ મજબૂત અને અસરકારક બનાવવાનો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહની વિશેષ ઉપસ્થિતિમાં, સોમવારે નેપાળ પોલીસના ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) અને ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU) વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી કરાર (MoU) નું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં શૈક્ષણિક, સંશોધન અને ક્ષમતા નિર્માણના સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે. આ પ્રસંગે ભારત અને નેપાળ સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જે બંને દેશો વચ્ચે સુરક્ષા અને તપાસના ક્ષેત્રમાં વધતા જતા પરસ્પર વિશ્વાસ અને વ્યૂહાત્મક ભાગીદારીને દર્શાવે છે.
આ સમજૂતી કરાર પર NFSUના કાર્યકારી કુલપતિ એસ. ઓ. જુનારે અને નેપાળ સરકારના ગૃહ મંત્રાલયના COSC વિભાગના સંયુક્ત સચિવ આનંદ કાફલેએ સત્તાવાર રીતે હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ફોરેન્સિક શિક્ષણ, આધુનિક સંશોધન અને વૈજ્ઞાનિક તપાસના ક્ષેત્રમાં ભારત અને નેપાળ વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે. બંને દેશોની તપાસ એજન્સીઓ વચ્ચે આ પ્રકારના જોડાણથી ગુનાખોરી નિયંત્રણ અને આધુનિક તપાસ પદ્ધતિઓમાં મોટો સુધારો આવશે, જે પ્રાદેશિક સુરક્ષા માટે પણ અત્યંત ફાયદાકારક સાબિત થશે.
આ અંગે માહિતી આપતા NFSUના કાર્યકારી કુલપતિ એસ. ઓ. જુનારેએ જણાવ્યું હતું કે, આ સહયોગનો મુખ્ય હેતુ બંને સંસ્થાઓ વચ્ચે શિક્ષણ, સંશોધન, વિશેષ તાલીમ અને જ્ઞાનના આદાન-પ્રદાનમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાનો છે. આ ભાગીદારી હેઠળ નેપાળ પોલીસના અધિકારીઓ અને નિષ્ણાતોને અત્યાધુનિક ફોરેન્સિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. જ્ઞાન અને અનુભવોના આ પરસ્પર વિનિમયથી બંને દેશોની ફોરેન્સિક પ્રયોગશાળાઓની કાર્યક્ષમતામાં વધારો થશે અને જટિલ ગુનાઓના ઉકેલ લાવવામાં વૈજ્ઞાનિક પુરાવાઓનો ઉપયોગ વધુ સચોટ રીતે કરી શકાશે.
આ સમજૂતી કરાર અંતર્ગત ફોરેન્સિક બાયોલોજી, ફોરેન્સિક કેમિસ્ટ્રી, ટોક્સિકોલોજી, સીરોલોજી, ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ્સ એક્ઝામિનેશન અને ફિંગરપ્રિન્ટ એનાલિસીસ જેવા અત્યંત વિશિષ્ટ અને સંવેદનશીલ ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ તમામ તકનીકી પાસાઓ પર સંયુક્ત સંશોધન અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવશે. તેના માધ્યમથી ભારત અને નેપાળ બંને દેશોમાં આધુનિક ફોરેન્સિક પદ્ધતિઓનો વ્યાપ વધશે અને સમગ્ર ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એટલે કે ફોજદારી ન્યાય પ્રણાલીના વિકાસમાં વધુ વેગ પ્રાપ્ત થશે, જેનાથી નાગરિકોને ઝડપી અને સચોટ ન્યાય મળી રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt