સુરતમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસની મોટી કાર્યવાહી, 24 કલાકમાં 22 આરોપીઓની ધરપકડ
સુરત, 24 નવેમ્બર (હિ.સ.): સુરત શહેરને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાન હેઠળ સુરત પોલીસે છેલ્લા 24 કલાકમાં મેગા કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. શહેરના સાતેય ઝોનમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં NDPS એક્ટ હેઠળ કુલ 17 કેસ નોંધવામાં આવ્યા છે અને 22 આરોપીઓની ધરપકડ
Arrest


સુરત, 24 નવેમ્બર (હિ.સ.): સુરત શહેરને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાન હેઠળ સુરત પોલીસે છેલ્લા 24 કલાકમાં મેગા કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. શહેરના સાતેય ઝોનમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં NDPS એક્ટ હેઠળ કુલ 17 કેસ નોંધવામાં આવ્યા છે અને 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કુલ રૂ. 36.88 લાખનો નશીલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 72 કિલોથી વધુ ગાંજો, 22.556 ગ્રામ મેફેડ્રોન (MD) અને હાઈબ્રિડ ગાંજાનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહીમાં ગાંજાના 14 કેસમાં 19 આરોપીઓ, MD ડ્રગ્સના બે કેસમાં બે આરોપીઓ અને હાઈબ્રિડ ગાંજાના એક કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝોન પ્રમાણે સૌથી વધુ પાંચ કેસ ઝોન-1માં નોંધાયા છે. જ્યારે ઝોન-2 અને ઝોન-5માં ત્રણ-ત્રણ, ઝોન-3 અને ઝોન-6માં બે-બે તથા ઝોન-4 અને ઝોન-7માં એક-એક કેસ નોંધવામાં આવ્યા છે. તપાસ દરમિયાન કેટલાક આરોપીઓ મજૂરી, નોકરી, પાનના ગલ્લા અને ઘરકામ જેવા વ્યવસાયની આડમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓમાં ગુજરાતના 10, ઓડિશાના પાંચ, ઉત્તર પ્રદેશના ચાર, મહારાષ્ટ્રના બે અને રાજસ્થાનના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. આરોપીઓમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. એડિશનલ પોલીસ કમિશનર કરણ રાજ વાઘેલાએ જણાવ્યું હતું કે શહેરમાં ડ્રગ્સના દૂષણને રોકવા માટે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષના 31 ઓક્ટોબર સુધીમાં સુરત પોલીસે NDPS એક્ટ હેઠળ આશરે 270 કેસ નોંધ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande