સુરતના સહારા દરવાજા બ્રિજ નીચે સિટી બસમાં ભીષણ આગ, 7 લોકોનો આબાદ બચાવ
સુરત, 24 નવેમ્બર (હિ.સ.): સુરતના સહારા દરવાજા વિસ્તારમાં બ્રિજ નીચે પસાર થઈ રહેલી સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત સિટી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાંથી ધુમાડો નીકળતા જ ડ્રાઇવરે તાત્કાલિક બસ રોકી હતી. તે સમયે બસમાં સવાર 5થી 6 મુસાફરો
Massive Fire in City Bus


સુરત, 24 નવેમ્બર (હિ.સ.): સુરતના સહારા દરવાજા વિસ્તારમાં બ્રિજ નીચે પસાર થઈ રહેલી સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત સિટી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાંથી ધુમાડો નીકળતા જ ડ્રાઇવરે તાત્કાલિક બસ રોકી હતી. તે સમયે બસમાં સવાર 5થી 6 મુસાફરો અને ડ્રાઇવર સહિત તમામ લોકોએ સમયસર નીચે ઉતરીને પોતાનો જીવ બચાવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાથમિક માહિતી મુજબ, બસમાંથી શરૂઆતમાં ધુમાડો નીકળ્યો હતો, ત્યારબાદ થોડી જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાક થઈ ગઈ હતી. જાહેર માર્ગ પર બસમાં આગ લાગતા આસપાસના લોકો અને વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે સુરક્ષાના ભાગરૂપે રસ્તા પર વાહનવ્યવહાર રોકવામાં આવ્યો હતો, જેના કારણે સહારા દરવાજા વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. બાદમાં પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા ફરી સામાન્ય કરવામાં આવી

હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande