(સંશોધિત ) આસામ: દુલિયાજન ત્રિપલ હત્યા કેસના- બંને આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘાયલ, એએમસીએચ માં દાખલ
ડિબ્રુગઢ (આસામ), નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ.સ.) દુલિયાજન ત્રિપલ હત્યા કેસમાં બે આરોપીઓ, રાજુ દાસ અને અમીર દાસ, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે તેઓ ઘાયલ થયા હતા. પોલીસના જણાવ
હત્યા


ડિબ્રુગઢ (આસામ), નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ.સ.) દુલિયાજન ત્રિપલ હત્યા કેસમાં બે આરોપીઓ, રાજુ દાસ અને અમીર દાસ, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે તેઓ ઘાયલ થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, હત્યામાં વપરાયેલ મુખ્ય હથિયાર, હથોડીને મેળવવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશન દરમિયાન બંને વ્યક્તિઓએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ઓપરેશન દરમિયાન પોલીસે ચાર રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું.

ડિબ્રુગઢના અધિક પોલીસ અધિક્ષક નિર્મલ ઘોષે જણાવ્યું હતું કે, હત્યામાં વપરાયેલ મુખ્ય હથિયારની શોધમાં પોલીસ ટીમ બંને વ્યક્તિઓ સાથે દુલિયાજનના બાલીજન ચાના બગીચાના સાહિલાબારી વિસ્તારમાં ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યે, બંને આરોપીઓએ અચાનક પોલીસ કોન્સ્ટેબલ મનોજ લહાન અને નિતુલ કોંવર પર હુમલો કર્યો અને અંધારાનો લાભ લઈને કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો.

પોલીસે જણાવ્યું હતું કે, પોલીસે આરોપીઓને રોકવા માટે કુલ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંનેને પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ, બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ, પોલીસ ભૂઇયા પરિવાર હત્યા કેસમાં વપરાયેલા મુખ્ય હથિયારની શોધખોળ ચાલુ રાખી રહી છે.

હાલમાં, બંને આરોપીઓને ડિબ્રુગઢની આસામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (એએમસીએચ) દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ પોલીસ કોન્સ્ટેબલ મનોજ લાહાન અને નીતુલ કોંવરને દુલિયાજાનની ઓઇલ ઇન્ડિયા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 16 નવેમ્બરના રોજ દુલિયાજાનના કમલાબારી સ્થિત તેમના નિવાસસ્થાનમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોમાં ઓઇલ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી ચંદ્રકાંત ભૂઇયાન, તેમની પત્ની એલિઝા ભૂઇયાન અને પુત્રી નિહારિકા ભૂઇયાનનો સમાવેશ થાય છે.

તપાસ અને મુખ્ય ખુલાસા-

પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી, રાજુ દાસ (જે લગભગ સાત વર્ષથી પરિવારના ઘરમાં ભાડુઆત હતો), ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીથી આશરે ₹4 લાખનું દેવું હતું, અને તેને ચૂકવવા માટે લૂંટ અને હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. 17 નવેમ્બરના રોજ, સીમાલુગુરી રેલ્વે સ્ટેશન નજીક અવધ આસામ એક્સપ્રેસમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આશરે ₹2.5 લાખના રોકડ, સોના અને ચાંદીના દાગીના અને ત્રણ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.

પોલીસ તપાસમાં એક યુવતીની સંડોવણી બહાર આવી છે, જેણે આરોપીઓને તિનસુકિયા જવા, હોટેલમાં રહેવા અને ભાગી જવા માટે કથિત રીતે મદદ કરી હતી. પોલીસ અહેવાલો અનુસાર, ડિબ્રુગઢ પોલીસ બંને આરોપીઓ સાથે તપાસ માટે તિનસુકિયાની પ્રાઇમલેન્ડ હોટેલ ગઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / કિશોર મિશ્રા / અરવિંદ રાય / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande