
નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ.સ.) સપ્તાહના ત્રીજા કારોબારી દિવસ બુધવારે, ઘરેલુ શેરબજારે વધારા સાથે કારોબારની શરૂઆત કરી છે. સેન્સેક્સ 1447 અંકના ઉછાળા સાથે 83,850 ના સ્તરે પહોંચી ગયો છે. નિફ્ટી પણ 400 અંકના જોરદાર વધારા સાથે 25,775 ના સ્તરે છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) નો સેન્સેક્સ પ્રારંભિક કારોબારમાં 1,447.52 અંક એટલે કે 1.76 ટકાના ઉછાળા સાથે 83,883.51 અંકના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નો નિફ્ટી પણ 427.15 અંક એટલે કે 1.69 ટકાના વધારા સાથે 25,776.80 ના સ્તરે ટ્રેન્ડ કરી રહ્યો છે.
30 શેરો પર આધારિત બીએસઈ સેન્સેક્સમાં સામેલ શેરોમાં એચડીએફસી બેંક 3.54 ટકાના વધારા સાથે કારોબાર કરી રહી હતી. આ ઉપરાંત ઇન્ફોસિસમાં 3.43 ટકા, આઈસીઆઈસીઆઈ બેંકમાં 3.19 ટકા, બજાજ ફાઇનાન્સમાં 2.65 ટકા, એક્સિસ બેંકમાં 2.13 ટકા અને બજાજ ફિનસર્વમાં 2.09 ટકાની તેજી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બરે ગુરુનાનક જયંતિની રજાના અવસરે શેરબજાર બંધ રહ્યું હતું. જ્યારે, 23 નવેમ્બરે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 1483 અંક ઘટીને 82,435 ના સ્તરે બંધ થયો હતો. આ સાથે જ નિફ્ટી પણ 450 અંકના ઘટાડા સાથે 25,349 પર બંધ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ