




પોરબંદર, 26 નવેમ્બર (હિ.સ.) : મુંબઈ માં થયેલા 26/11 ના હુમલાને આજે 18 વર્ષ
પૂર્ણ થયા છે. આ આતંકી હુમલામાં આતંકીઓએ દરિયાઇ માર્ગનો ઉપયોગ કર્યો હતો. મુંબઈ
હુમલા બાદ રાજય અને કેન્દ્ર સરકારે દરિયાઇ સુરક્ષા વધારવા માટે અનેક પગલાં લીધા
છે. જેના ભાગ રૂપે આજરોજ પોરબંદર પોલીસ દ્વારા બે દિવસીય એક્સ સી વિજિલ નામની
એક્સસાઈજનું આયોજન કારવમાં આવ્યું હતું.
મુંબઈમાં થયેલા 26/11 ના હુમલાને આજે 18 વર્ષ
પૂર્ણ થયા છે. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છેતો અનેક લોકો ઘાયલ
થયા હતા. આ હુમલા ને 18 વર્ષ વીતી ગયા હોવા છતાં તે ભયાનક દ્રશ્યો ઉડીને આખે વળગે
છે. આવા આતંકી હુમલાને રોકવા રાજય અને કેન્દ્રની સરકારે દરિયાઇ સુરક્ષા મજબૂત કરવા
અનેક પગલાં લીધા છે. જેના ભાગ રૂપે આજરોજ પોરબંદર પોલીસ દ્વારા બે દિવસીય એક્સ સી
વિજિલ નામની એક્સસાઈજ નું આયોજન કારવમાં આવ્યું હતું. જેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા
દરિયાઈ સુરક્ષા માં કી રીતે વધારો કરી શકાય, સુરક્ષા એજનીઓ દ્વારા તાલમેલ સાથે સંકટ સમયે કામગીર કરી શકાય તે માટે
વિવિધ એકસસાઈજ કરી હતી.
ભૂતકાળમાં પોરબંદરના દરિયામાં કિનારે ગેરકાયદેસર પ્રવૃતિઓ
માટે જનીતી હતો.જેમાં ૧૯૯૨ માં મુંબઈ માં થયેલસીરીયલ બ્લાસ્ટમાં વપરાયેલ હથિયાર તથા આર.ડી.એક્ષ પોરબંદર નજીકના
ગોસાબારા ખાતે લેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યારે રાજય સરકાર દ્વારા દરિયાઈ સુરક્ષા
માં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતની જળ સીમા માં દર ૬ મહીને ઓપરેશનસાગર સુરક્ષા પણ યોજાય છે. સંવેદનશીલ ગણાતા
પોરબંદરના દરિયા કિનારાની વાત કર્યે તોપોરબંદર જીલ્લામાં કુલ ૧૦૬ કી.મી લાંબો દરિયો છે. આ દરિયા કિનારે ૨૫ જેટલા
ગામડા આવેલા છે. દરિયાય સુરક્ષાની વાત કરીએ તો હાલ પોરબંદર જીલ્લામાં
દરીયાકીનારાના વિસ્તારો માં ૩ પોલીસ સ્ટેસન.(મિયાની પોલીસ સ્ટેસન, માધવપુર પોલીસ સ્ટેસન,નવીબંદર પોલીસ સ્ટેસન)છે.
ખાસ કરીને
પોલીસ સ્ટેસનની વાત કર્યે તો સમગ્ર ભારત માં કુલ ૪ જેટલા ઈ.ઈ.ઝેડ પોલીસ સ્ટેસન
આવેલાછે. જે માંથી એકઈ.ઈ.ઝેડ પોલીસ સ્ટેસન પોરબંદરના નવીબંદર ખાતે આવેલ
છે. આ ઈ.ઈ.ઝેડ પોલીસ સ્ટેસન માં ૧ પી.એસ.આઈ.અને અંદાજે ૬૪ જેટલા પોલીસ જવાનો
કાર્યરત છે.ઈ.ઈ.ઝેડ પોલીસ સ્ટેસન ની કામગીરી નીવાત કર્યે તો આ પોલીસ સ્ટેસન ની કામગીરી કરવા નીહદ બેઝ લાઈન થી ઇન્ટરનેશનલ સીમા સુધી ની છે.આ
ઉપરાંત જખો થી વલસાડ (દીવ-દમન ને બાદ કરતા)સુધી ના દરિયાઈ વિસ્તાર માં બનતા બનાવ
ની તપાસ સહિત ની કામગીરી ઈ.ઈ.ઝેડ પોલીસ સ્ટેસન દ્વરા કરવા માં આવે છે.
આતંકવાદીની નાપાક પ્રવૃતિઓને રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા સમુદ્ર કિનારે મરીન પોલીસ
સ્ટેસનઅને ચેકપોસ્ટ પણ બનવા માં આવી છે. પોરબંદર જીલ્લામાં નવીબંદર મરીન પોલીસ
સ્ટેસન શરુ કરવામાં આવ્યું અને જે દરિયા કિનારા ના વિસ્તારો માં બાજ નજર રાખી સકે
તે માટે ૩ જેટલી આધુની ગ્રીસ બનાવટની
ઇન્ટર સેપ્ટર બોટો છે.અતિ આધુની આ ઇન્ટર સેપ્ટર બોટો દ્વરા દિવસ અને રાત ટાઈમ ટેબલ
મુજબ પેટ્રોલિંગ કરવા માં આવે છે. પેટ્રોલિંગ દરમિયાન ફિશિંગ કરી આવતી જતી બોટો
નું ડીપ સી માં ચેકિંગ કરવા માં આવે છે. ચેકિંગ દરમિયાન ખલાસીઓના બાયોમેટ્રિક
કાર્ડ,બુક, અને બોટ ની તપાસ કરવા માં આવે છે.આ ઉપરાંત મિયાની પોલીસ સ્ટેસન,માધવપુર પોલીસ સ્ટેસન ની કામગીરી માં દરિયા કિનારાથી ૧૨ નોટીકલ માઈલ
(૨૨.૨૦ કી.મી.)સુધી ની સુરક્ષા ની જવાદારી છે.આ ૩ પોલીસ સ્ટેસન માં કુલ ૧૮૦ જેટલા
પોલીસ કર્મી અને ૫ અધિકારીનિમણુક કરવા
માં આવી છે.સાથો સાથકોસ્ટલ આઉટ પોસ્ટ - ૩,કોસ્ટલ ચેક પોસ્ટ - ૫૧૧ જેટલા લેન્ડીંગ
પોઈન્ટ આવેલા છે.
આ તમામ સ્થળો પર પોલીસ જવાનો દ્વરા ચેકિંગ અને સઘન પેટ્રોલિંગ હાથ
ધરવામાં આવે છે.આ ઉપરાંત ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ઇન્ડિયન નેવી દ્વારા સ્પીડ બોટ.તથા હેલીકોપ્ટર દ્વરા પણ દરિયામાં સઘન
પેટ્રોલિંગ કરવા માં આવે છે.માછીમારો સુરક્ષા એજન્સીઓ ની આંખ અને કાન ગણાય છે.
માછીમારો ને પણ દરિયાય સુરક્ષા ને લઇ ખાસ માર્ગદર્સન આપવમાં આવે છે દરિયામાં થતી
કોઈ ભેદી હિલચાલ અંગે સુરક્ષા એજન્સીઓ ને જાણકરવા પણ અપીલ કરવા માં આવે છે અને
માછીમારો દ્વારા પણ હમેસા સુરક્ષા એજન્સીઓ ને પુરતો સહકાર આપવા માં આવે છે.
દરિયાય સુરક્ષા માટેપોલીસ ઉપરાંતરો, એન.ટી.આર.ઓ, સેન્ટ્રલ આઈ.બી, આઈ.બી,ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ઇન્ડિયન
નેવી, સ્ટેટ આઈ.બી, સહિત ની સુરક્ષા એજન્સીઓ ની
જવાબદારીછે.૨૬/૧૧ ના હુમલાબાદ માછીમારો
માં પણ ઘણી જાગૃતતા આવી છે.ફીશીગ દરમિયાન માછીમારોને કોઈ શંકાસ્પદ હિલચાલ કેશંકાસ્પદ વ્યક્તિ નજરે ચડે તો સુરક્ષા એજન્સીઓ ને જન કરવામાં આવે છે.પરંતુ ભારત નીજળ સીમા પાકિસ્તાનની જળ સીમા થી નજીક હોવા ના
કારણે નાપાક તત્વો દરિયાય માર્ગે ભારત માં ઘુસવા નો પ્રયતનકરે છે.પરંતુ સુરક્ષા એજન્સીઓ તેમને નાકામયાબ
બનાવે છે..તો બીજી તરફ પાકિસ્તન દ્વારા ભારતના યુવા ધનને બરબાદ કરવા ડ્રગ્સના
મોટા કંસાઈમેન્ટ ગુજરત મોકલી રહ્યાં છે. ત્યારે સુરક્ષા એજન્સીઓ ની સતર્કતા ના
કારણે ડ્રગ્સના કંસાઈમેન્ડ ઝડપી પાડવામાં સુરક્ષા એજન્સીઓ ને સફળતા મળી રહી
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya