પોરબંદર આઈ.ટી.આઈ ખાતે આવતીકાલે ઓપન ભરતી મેળો
પોરબંદર, 27 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ 28/11/2026ના રોજ સવારે 11:00 કલાકે આઈ.ટી.આઈ., પોરબંદર (જવાહર નવોદય સ્કૂલ પાસે, નેશનલ હાઈ-વે, વનાણા, પોરબંદર) ખાતે રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્ય
પોરબંદર આઈ.ટી.આઈ ખાતે આવતીકાલે ઓપન ભરતી મેળો


પોરબંદર, 27 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ 28/11/2026ના રોજ સવારે 11:00 કલાકે આઈ.ટી.આઈ., પોરબંદર (જવાહર નવોદય સ્કૂલ પાસે, નેશનલ હાઈ-વે, વનાણા, પોરબંદર) ખાતે રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક નોકરીદાતા સૌરાષ્ટ્ર કેલ્સિન & બોક્સાઈટ-પોરબંદર, ભવાની ફેબ્રીકેટર & એન્જિનિયર-પોરબંદર અને અમર ફૂડ પ્રોડક્ટ-પોરબંદર ના પ્રતિનિધિઓ રૂબરૂમાં તેમજ ICICI Bank (in collaboration with ITM Skills Academy) ના નોકરીદાતા ઓનલાઇન માધ્યમથી ઇન્ટરવ્યૂ કરશે. આ ભરતી મેળમાં વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ જેવી કે આઈ.ટી.આઈ. (ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રીશિયન), ડિપ્લોમા અને બી.ઈ. મિકેનિકલ, બી.એસ.સી. તેમજ એમ.એસ.સી., બી.કોમ., કોઈ પણ ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે વિવિધ જગ્યાઓ જેવી કે મિકેનિકલ એન્જિનિયર, આઈ.ટી.આઈ. ફિટર, કેમિસ્ટ, ઇલેક્ટ્રીશિયન, ઓફિસ ક્લાર્ક, સાઈટ સુપરવાઈઝર, સ્ટોર કિપર, વેલ્ડર, એકાઉન્ટન્ટ & એડમીન એક્ઝ્યુકેટીવ, પ્લાન્ટ ટેકનીશીયન તેમજ ICICI RM અને ICICI HFG માટે ઇન્ટરવ્યૂ યોજાશે.

ઉલ્લેખનીય છે કે આ ઓપન જોબફેર હોવાથી જે ઉમેદવારોને કોલલેટર મળ્યા ન હોય અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ ન હોય તેવા તમામ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તથા તેની નકલ, લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, ૪ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ તથા બાયોડેટા સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે અને વધુ માહિતી માટે કચેરીના ઇન્સ્ટાગ્રામ પેજMCC_PORBANDAR ની વિઝીટ કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande