પાવીજેતપુરના ખત્રી ફળિયામાં ‘બોક્સ ક્રિકેટ’નું ખાતમુહૂર્ત; યુવાનોમાં રમતગમતનો ઉત્સાહ
છોટાઉદેપુર, 27 નવેમ્બર (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પાવીજેતપુર ગામ અને ઇટવાડા વિસ્તારમાં ૨૭ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર ‘બોક્સ ક્રિકેટ’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પાવીજેતપુર ગામ તેમજ આસપાસના વિસ્તારના ક્રિકેટપ્રેમી યુવાનો માટે આય
ખાતમુરત


ખાતમુરત


છોટાઉદેપુર, 27 નવેમ્બર (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પાવીજેતપુર ગામ અને ઇટવાડા વિસ્તારમાં ૨૭ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર ‘બોક્સ ક્રિકેટ’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પાવીજેતપુર ગામ તેમજ આસપાસના વિસ્તારના ક્રિકેટપ્રેમી યુવાનો માટે આયોજિત “બોક્સ ક્રિકેટ”ના ખાતમુહૂર્ત સાથે સ્થાનિક યુવાનોમાં ભારે ઉત્સાહ અને રમતગમતનો માહોલ છવાયો છે.

પાવીજેતપુર ખત્રી ફળિયા, બાબાસાહેબ આંબેડકર સ્મારક સામે, હાઈવે રોડ તથા રેલ્વે વચ્ચે બોક્સ ક્રિકેટ બનનાર હોય જેનું છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તથા છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાવીજેતપુર ગામના ક્રિકેટપ્રેમી યુવા મિત્રો માટે આયોજિત આ બોક્સ ક્રિકેટ ખાતમુહૂર્ત થકી સ્થાનિક યુવા પ્રતિભાઓને રમવા માટે મંચ મળશે અને ગ્રામ્ય સ્તરે ખેલદિલી તથા સંપનું વાતાવરણ સર્જાશે.

આ પ્રસંગે ઉપસ્થિત ડેપ્યુટી સરપંચ અંકિત (મોન્ટુ) શાહ જણાવ્યું હતું કે, યુવાનો મોબાઇલમાંથી બહાર આવે અને રમતના મેદાનમાં ઉતરી તેમનો સર્વાંગી વિકાસ થાય તે ખૂબ જરૂરી છે.

આજના દિવસે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તથા જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં પાવીજેતપુર ઇટવાડા થી તારાપુર બાયપાસ રોડ (પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તક અંદાજિત ₹૧.૭૮ કરોડના ખર્ચે) તેમજ સુખી સિંચાઈ વિભાગ દ્વારા ઇટવાડા કોતર ઉપર અંદાજિત ₹૭૫ લાખના ખર્ચે બનનારા ચેકડેમનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર આયોજનના નિમંત્રક તરીકે પાવીજેતપુર ગ્રામ પંચાયતના સરપંચ નૈન્સી અંકિત શાહ, ડેપ્યુટી સરપંચ અંકિત (મોન્ટુ) શાહ તથા ગ્રામ પંચાયતની વહીવટી કમિટી દ્વારા પાવીજેતપુર અને ઇટવાડા વિસ્તારની જનતા તથા યુવાન મિત્રોને સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પાવીજેતપુરના ખત્રી ફળિયામાં ‘બોક્સ ક્રિકેટ’નું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande