જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં ઈડીના આઠ સ્થળો પર દરોડા
નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.). પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) ની જમ્મુ કચેરીએ, રોકાણના નામે ઠગાઈ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં શુક્રવારે જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં આઠ ઠેકાણાઓ પર છાપેમારી કરી છે. આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ઉધમપુર તથા પંજ
સાંકેતિક


નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.). પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) ની જમ્મુ કચેરીએ, રોકાણના નામે ઠગાઈ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં શુક્રવારે જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં આઠ ઠેકાણાઓ પર છાપેમારી કરી છે. આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ઉધમપુર તથા પંજાબના પઠાણકોટ સહિત અન્ય સ્થળો પર કરવામાં આવી રહી છે. આ કેસમાં ભૂતપૂર્વ સશસ્ત્ર સીમા બળ (એસએસબી) જવાન ગુરમીત સિંહ અને તેના સહયોગીઓ પર વધુ અને નિશ્ચિત માસિક રિટર્નની લાલચ આપીને લોકો પાસે રોકાણ કરાવવાનો આરોપ છે.

ઇડીના જણાવ્યા અનુસાર, આ તપાસ જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને બિહારની વિવિધ પોલીસ એજન્સીઓ દ્વારા નોંધવામાં આવેલી અનેક પ્રાથમિકીના આધારે શરૂ કરવામાં આવી છે. આ કેસોમાં સામાન્ય લોકોની સાથે-સાથે સેવારત અને નિવૃત્ત એસએસબી જવાનો સાથે કથિત રીતે ઠગાઈ કરવામાં આવી હોવાના આક્ષેપો છે. આરોપીઓએ રોકાણકારોને વધુ અને નિશ્ચિત માસિક નફાનો ભરોસો આપીને રકમ જમા કરાવી હતી.

તપાસ દરમિયાન નાણાકીય આંકડાઓની ચકાસણીમાં સામે આવ્યું કે, આરોપીઓએ વિવિધ કંપનીઓ અને વેપારી સંસ્થાઓના માધ્યમથી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા એકત્ર કર્યા હતા. આમાં કઠુઆ સ્થિત મેસર્સ સ્ટાઇલ ઓ ઇન્ડસ્ટ્રી, મેસર્સ સ્ટાઇલ ઓ કમ્ફર્ટ ક્રિએશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય સંસ્થાઓ સામેલ છે. ઇડીના મતે, આ સંસ્થાઓનું સંચાલન અને નિયંત્રણ આરોપીઓ પાસે હતું. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ), 2002 અંતર્ગત આજ રોજ તલાશી અભિયાન શરૂ કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande