પોરબંદરના દેગામ ગામમાં આધુનિક ઉદય પશુઆશ્રમ અને ગૌશાળાનું ભૂમિપૂજન
પોરબંદર, 27 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર નજીક દેગામ ગામે પોરબંદર-ખંભાળિયા હાઇવેની બાજુમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ‘ઉદય પશુ આશ્રમ અને ગૌશાળા’નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા અબોલ જીવોની સેવા અને જીવ
દેગામ ગામમાં આધુનિક ઉદય પશુઆશ્રમ અને ગૌશાળાનું ભૂમિપૂજન.


પોરબંદર, 27 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર નજીક દેગામ ગામે પોરબંદર-ખંભાળિયા હાઇવેની બાજુમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ‘ઉદય પશુ આશ્રમ અને ગૌશાળા’નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા અબોલ જીવોની સેવા અને જીવદયાના ઉમદા હેતુથી આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. શુભ મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યો, સેવાકીય કાર્યકર્તાઓ, વડીલો, દેગામ ગામના સેવાભાવી અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંકુલમાં પશુઓની આધુનિક સારવાર માટે હોસ્પિટલ, ગૌશાળા તેમજ બીમાર, અકસ્માતગ્રસ્ત, નિરાધાર અને ચેપી રોગોથી પીડિત પશુઓને આશ્રય મળી રહે તેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ટૂંક સમયમાં બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉદય એનિમલ વેલ્ફેર દ્વારા છેલ્લા 16 વર્ષથી પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં અબોલ પશુ-પક્ષીઓની નિઃસ્વાર્થ સેવા, સારવાર, રેસ્ક્યૂ અને સંભાળની કામગીરી કરવામાં આવી રહી છે. આ સેવાકીય પ્રવૃત્તિને વધુ વ્યાપક અને સુવ્યવસ્થિત બનાવવા માટે આધુનિક પશુ આશ્રમ અને ગૌશાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ‘કોઈ અબોલ જીવ સારવાર કે આશ્રયના અભાવે મૃત્યુ ન પામે’ના સંકલ્પ સાથે સાકાર થઈ રહેલો આ પ્રકલ્પ પૂર્ણ થતાં પોરબંદર સહિત આસપાસના વિસ્તારોના અસંખ્ય અબોલ જીવોને સારવાર, સુરક્ષા અને આશ્રયની સુવિધા મળી રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande