કેજરીવાલનો ‘શીશ મહેલ’ ખુલ્લો મુકાયો, મોંઘા કિંમતી ફર્નિચર સાથે પ્રદર્શિત
મુખ્યમંત્રી રેખા ગુપ્તા બોલ્યા, જનતાની લોહી-પસીનાની કમાણીથી બનાવવામાં આવ્યો આલીશાન ‘શીશ મહેલ’ નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.). દિલ્હી સરકારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પૂર્વ સરકારી આવાસ ‘શીશ મહેલ’ને શુક્રવારે મીડિયા માટે ખુલ્લો મૂક્યો છે.
અરવિંદ કેજરીવાલના પૂર્વ સરકારી આવાસ ‘શીશ મહેલ’ અંદરની તસ્વીર


-મુખ્યમંત્રી રેખા ગુપ્તા બોલ્યા, જનતાની લોહી-પસીનાની કમાણીથી બનાવવામાં આવ્યો આલીશાન ‘શીશ મહેલ’

નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.). દિલ્હી સરકારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પૂર્વ સરકારી આવાસ ‘શીશ મહેલ’ને શુક્રવારે મીડિયા માટે ખુલ્લો મૂક્યો છે. ‘શીશ મહેલ’માં રાખવામાં આવેલા મોંઘા ફર્નિચરને તેની કિંમત સાથે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે એક નિવેદન જારી કરતા ‘શીશ મહેલ’ અંગે કહ્યું કે દિલ્હીની જનતા બાદ હવે પંજાબની જનતાએ પણ જોવું જોઈએ કે કઈ રીતે જનતાની લોહી-પસીનાની કમાણીથી આલીશાન શીશમહેલ બનાવવામાં આવ્યો. તેમણે કહ્યું કે. દિલ્હી અને પંજાબની જનતા સામે આ સમગ્ર મામલાનું સત્ય આવવું જોઈએ.

દિલ્હીના લોક નિર્માણ વિભાગના મંત્રી પ્રવેશ સાહિબ સિંહે પત્રકારોને કહ્યું કે, દિલ્હીની જનતાના નાણાં, એટલે કે ટેક્સ આપનારા લોકોના નાણાં ક્યાં અને કેટલા ખર્ચ કરવામાં આવ્યા, તેનો પૂરેપૂરો હિસાબ દરેક સરકારે આપવો જોઈએ. જનતાને એ જાણવાનો અધિકાર છે કે, દિલ્હીના વિકાસ પર ખર્ચ થતા તેના નાણાં પાછળના મુખ્યમંત્રીએ કેવા પ્રકારનું ફર્નિચર ખરીદવામાં ખર્ચ કર્યા. અહીં અમારો કોઈ રાજકીય ઉદ્દેશ્ય નથી. અહીં લખેલી દરેક રકમ સાથે અમે તેનું બિલ નંબર અને ઇન્વોઇસ નંબર પણ આપ્યો છે. આ આખું ઘર પહેલા જેવું જ છે, તેમાં કોઈપણ સામાનને અહીં-તહીં કરવામાં આવ્યો નથી. તેથી જનતાને એ જાણવાનો પૂરેપૂરો અધિકાર છે કે તેના નાણાં ક્યાં ખર્ચ કરવામાં આવ્યા.

દિલ્હીના પ્રવાસન મંત્રી કપિલ મિશ્રાએ ‘શીશ મહેલ’માં પત્રકારોને કહ્યું કે, આજે તમારા કેમેરાના માધ્યમથી આખો દેશ જોશે કે દિલ્હીની જનતાના નાણાંનો કેવી રીતે બગાડ અને લૂંટ ચલાવવામાં આવી. હું ઈચ્છું છું કે, આખો દેશ તમારા કેમેરા દ્વારા જોવે કે કરોડો રૂપિયાનો સામાન ખરીદવામાં આવ્યો છે અને દુનિયાભરના દેશોમાંથી ચીજવસ્તુઓ મંગાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, કોરોના કાળમાં જ્યારે જનતા ઓક્સિજનની અછત સામે ઝઝૂમી રહી હતી ત્યારે કેજરીવાલ કરોડોના શીશ મહેલનું નિર્માણ કરી રહ્યા હતા.

મંત્રી કપિલ મિશ્રાએ કહ્યું કે, દિલ્હીની જનતાના નાણાંને લૂંટીને શીશમહેલમાં વિદેશોમાંથી કરોડોનો સામાન લાવીને મોજશોખ માટે લગાવવામાં આવ્યો, જે માણસ કહેતો હતો કે હું એક રૂમના ઘરમાં રહીશ તે માણસે દુનિયાના તમામ દેશોમાંથી લાવીને કરોડોનો સામાન રાખ્યો છે અને જનતાના ટેક્સના નાણાંથી કેવી રીતે મોજશોખ કરવામાં આવ્યા તેનો પુરાવો આખો દેશ જોઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, ‘શીશ મહેલ’માં લાખોની ચીમની ઇટાલીથી આવી છે, ક્રોકરી 31 લાખ રૂપિયાની દુનિયાના અલગ-અલગ દેશોમાંથી મંગાવવામાં આવી છે, ફ્રિજમાં ઇન્ટરનેટ અને ટીવી લાગેલું છે... કોરોના કાળમાં આ પાપ કેજરીવાલએ દિલ્હીની જનતા સાથે કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / ધીરેન્દ્ર યાદવ / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande