કવાંટ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આદિવાસી નૃત્ય સાથે ભવ્ય સ્વાગત
છોટાઉદેપુર, 27 નવેમ્બર (હિ.સ.) : કવાંટ ખાતે આજરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું પરંપરાગત આદિવાસી નૃત્ય અને ઢોલ-નગારાના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કવાંટ આગમન
ડેપ્યુટી સી એમ


ડેપ્યુટી સી એમ


ડેપ્યુટી સી એમ


ડેપ્યુટી સી એમ


ડેપ્યુટી સી એમ


છોટાઉદેપુર, 27 નવેમ્બર (હિ.સ.) : કવાંટ ખાતે આજરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું પરંપરાગત આદિવાસી નૃત્ય અને ઢોલ-નગારાના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

કવાંટ આગમન બાદ નાયબ મુખ્યમંત્રીએ સૌ પ્રથમ બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવપૂર્વક ફૂલહાર અર્પણ કર્યા હતા અને ઉપસ્થિત જનમેદની સાથે 'ભારત માતા કી જય'ના ગગનભેદી નારા લગાવ્યા હતા. ત્યારબાદ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા પરંપરાગત નૃત્યના તાલે તેઓ બળદગાડામાં સવાર થઈને ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાપૂર્વક વંદન કર્યું હતું.

આ ભવ્ય સ્વાગત અને સાંસ્કૃતિક માહોલને કારણે સમગ્ર કવાંટ પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande