ગિરનાર પરિક્રમામાં પોરબંદર ડેપોએ કુલ 421 એક્સ્ટ્રા ટ્રિપનું સંચાલન કરી રૂ.23.51 લાખની આવક મેળવી
પોરબંદર, 27 નવેમ્બર (હિ.સ.) : દિવાળી વેકેશન બાદ ગિરનાર પરિક્રમા-2026 દરમિયાન પણ પોરબંદર એસ.ટી.ડેપોએ પોતાની કાર્યક્ષમતા અને આયોજનશક્તિનો પરચો આપ્યો છે. તા. 19થી 25 નવેમ્બર દરમિયાન પોરબંદર ડેપોએ કુલ 421 એક્સ્ટ્રા ટ્રિપનું સંચાલન કરી 52,391 કિલોમીટરનુ
ગિરનાર  પરિક્રમામાં  પોરબંદર એસ.ટી.ની  23.51 લાખની આવક.


ગિરનાર  પરિક્રમામાં  પોરબંદર એસ.ટી.ની  23.51 લાખની આવક.


પોરબંદર, 27 નવેમ્બર (હિ.સ.) : દિવાળી વેકેશન બાદ ગિરનાર પરિક્રમા-2026 દરમિયાન પણ પોરબંદર એસ.ટી.ડેપોએ પોતાની કાર્યક્ષમતા અને આયોજનશક્તિનો પરચો આપ્યો છે. તા. 19થી 25 નવેમ્બર દરમિયાન પોરબંદર ડેપોએ કુલ 421 એક્સ્ટ્રા ટ્રિપનું સંચાલન કરી 52,391 કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને રૂ.23,51,050ની આવક મેળવી હતી. આ સમયગાળા દરમિયાન 23,665 મુસાફરોએ એસ.ટી. બસ સેવાનો લાભ લીધો હતો. કુલ આવકમાંથી રૂ. 6,77,776ની આવક ડિજિટલ પેમેન્ટ મારફતે મળી હતી. પરિક્રમા દરમિયાન ચોવીસ કલાક બસ સેવા ચાલુ રાખવા ઉપરાંત મુસાફરોનાં ગ્રુપની માંગ મુજબ બસોની ફાળવણી કરવામાં આવી હતી. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુસાફરોને ભીડમાં બસ શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી. કર્મચારીઓ મુસાફરો સુધી પહોંચીને તેમને ગંતવ્યસ્થાન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરતા હતા. વિશેષ વાત એ રહી કે સમગ્ર સંચાલન દરમિયાન એકપણ સામાન્ય અકસ્માત, બસ બ્રેકડાઉન કે મુસાફરની ફરિયાદ નોંધાઈ નહોતી. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવેલા યાત્રાળુઓએ પણ પોરબંદર ડેપોની સેવાઓની પ્રશંસા કરી હતી. ઉત્તર પ્રદેશના મેરઠથી આવેલા એક યાત્રાળુએ દેશભરની પરિવહન સેવાઓના પોતાના અનુભવમાં ગુજરાત એસ.ટી. અને ખાસ કરીને પોરબંદર ડેપોની કામગીરીને બિરદાવી હતી. આ કામગીરી બદલ જુનાગઢ વિભાગીય નિયામક વી.બી. ડાંગર, વિભાગીય યાંત્રિક ઇજનેર એન.બી. વરમોરા, વહીવટી અધિકારી ડી.યુ. વાઘેલા તથા પરિવહન અધિકારી મુકેશ સોલંકીએ ટીમ પોરબંદરને અભિનંદન પાઠવ્યા હતા. વિભાગીય નિયામક વી.બી. ડાંગરે જણાવ્યું હતું કે, લાખો શ્રદ્ધાળુઓની અવરજવર વચ્ચે ફરિયાદમુક્ત અને સુરક્ષિત પરિવહન સેવા પૂરી પાડવી એ ટીમની શિસ્ત, જવાબદારી અને કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે. ડેપો મેનેજર પી.બી. મકવાણાના માર્ગદર્શન અને સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીની દેખરેખ હેઠળ ડ્રાઇવર, કંડક્ટર, વર્કશોપ સ્ટાફ, સ્ટેન્ડ સ્ટાફ સહિત સમગ્ર ટીમે દિવસ-રાત કામગીરી કરી આ સફળતા મેળવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande