
નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.) ભારતીય ટેલિકોમ નિયામક મંત્રણા (ટ્રાઈ)એ, ટેલિકોમ કંપનીઓ વચ્ચે નેટવર્ક ઇન્ટરકનેક્શન સાથે જોડાયેલા નિયમોમાં સંશોધન કર્યું છે. નવા પ્રાવધાનો હેઠળ બજારમાં પૂરતી શક્તિ ધરાવતી કંપનીઓ માટે સંદર્ભ ઇન્ટરકનેક્શન ઓફર (આરઆઈઓ) જમા કરવા અને પ્રકાશિત કરવાની સમયમ્યાદા નક્કી કરવામાં આવી છે. સાથોસાથ, નેટવર્ક રૂટિંગ વ્યવસ્થાને આધુનિક બનાવવા અને નિયમોના ઉલ્લંઘન પર નાણાકીય નિરુત્સાહકનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. સંશોધિત નિયમો 1 જાન્યુઆરી 2027થી લાગુ થશે.
ટ્રાઈએ શુક્રવારે ‘દૂરસંચાર અંતઃસંયોજન (સંદર્ભ અંતઃસંયોજન પ્રસ્તાવ) (સંશોધન) વિનિયમ, 2026’ જારી કર્યા. આનો ઉદ્દેશ્ય વર્તમાન લાઇસન્સ અને અધિકાર વ્યવસ્થાના અનુરૂપ ઇન્ટરકનેક્શન માળખાને આધુનિક બનાવવાનો તથા સેવા પ્રદાતાઓ વચ્ચે પારદર્શિતા, બિન-ભેદભાવ અને અસરકારક નેટવર્ક જોડાણ સુનિશ્ચિત કરવાનો છે.
નવા નિયમો અનુસાર, કોઈ લાઇસન્સ પ્રાપ્ત કે અધિકૃત ટેલિકોમ સેવા ક્ષેત્રમાં જો કોઈ સેવા પ્રદાતાની નિર્ધારિત માપદંડોમાં હિસ્સેદારી 30 ટકા કે તેથી વધુ છે તો તેને બજારમાં પર્યાપ્ત શક્તિ (એસએમપી) વાળું માનવામાં આવશે. તેના માટે સમાયોજિત સકલ રાજસ્વ, ગ્રાહક આધાર, નેટવર્કની વોઇસ કોલ મેનેજમેન્ટ ક્ષમતા અને ટ્રાફિકનું પરિમાણ આધાર હશે. ટ્રાઈ દરેક સેવા ક્ષેત્રમાં આ માપદંડોના આધારે એસએમપીની સ્થિતિનું નિર્ધારણ કરશે.
એસએમપી વાળો જાહેર કરાયેલ સેવા પ્રદાતા આ નિર્ધારણના 30 દિવસની અંદર પોતાનો સંદર્ભ ઇન્ટરકનેક્શન પ્રસ્તાવ (આરઆઈઓ) મંજૂરી માટે ટ્રાઈ સમક્ષ રજૂ કરશે. મંજૂરી મળ્યાના 15 દિવસની અંદર તેણે પોતાની વેબસાઇટ પર પ્રકાશિત કરવો પડશે. જો ટ્રાઈ કોઈ પ્રકાશિત આરઆઈઓ માં સંશોધનનો નિર્દેશ આપે છે તો સંબંધિત કંપનીએ 15 દિવસની અંદર સંશોધિત પ્રસ્તાવ રજૂ કરવો પડશે અને મંજૂરી પછીના આગામી 15 દિવસમાં તેને પ્રકાશિત કરવો પડશે.
સંશોધિત નિયમો હેઠળ આંતરસંયોજન કરારો પ્રકાશિત આરઆઇઓના આધારે કરવામાં આવશે. જોકે, સેવા પ્રદાતા પરસ્પર સંમતિથી તેની શરતોમાં ફેરફાર કરી શકશે. તેથી કંપનીઓને એક પારદર્શક આાયાસ સાથે વ્યાવસાયિક સ્તરે લચીલાપણું પણ મળશે.
ટ્રાયએ નેટવર્ક રૂટિંગ વ્યવસ્થામાં પણ ફેરફાર કર્યો છે. જૂની એસડીસીએ અને એલડીસીએ આધારિત રૂટિંગના સ્થાને લાયસન્સ સેવા ક્ષેત્ર (એલએસએ) આધારિત વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. તેમાં સ્થાનિક, અંતર-સેવા ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય કૉલના આવક તથા નિર્ગામી ટ્રાફિક માટે રૂટિંગને સરળ બનાવવામાં આવ્યું છે. નવા માળખામાં આઈપી આધારિત નેટવર્ક અને આધુનિક તકનીકી ધોરણોને પણ સામેલ કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ