સોનગઢમાં GRD મહિલા જવાનની દાદાગીરીનો વીડિયો વાયરલ, કારચાલક સહિત બે વ્યક્તિને લાકડીથી માર માર્યાનો આક્ષેપ
ભાવનગર, 27 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢમાં GRD મહિલા જવાનની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. ટ્રાફિક નિયમન કરવાની ફરજ દરમિયાન મહિલા જવાને કાયદો હાથમાં લઈ લોકો સાથે મારામારી ક
મારા મારી કરી રહેલ મહિલા


ભાવનગર, 27 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢમાં GRD મહિલા જવાનની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. ટ્રાફિક નિયમન કરવાની ફરજ દરમિયાન મહિલા જવાને કાયદો હાથમાં લઈ લોકો સાથે મારામારી કરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

વાયરલ વીડિયોમાં ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી દરમિયાન કારચાલક સાથે બોલાચાલી થયા બાદ GRD મહિલા જવાન લાકડી વડે કારચાલકને માર મારતી જોવા મળે છે. એટલું જ નહીં, અન્ય એક વ્યક્તિને પણ લાકડીના ફટકા મારવામાં આવ્યા હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતાં સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા જવાન દ્વારા જાહેરમાં લોકો સાથે મારામારી કરવામાં આવતાં ફરજ અને સત્તાના દુરુપયોગ અંગે ગંભીર સવાલો ઊઠ્યા છે. વાહનચાલકો સાથે નિયમ મુજબ કાર્યવાહી કરવાને બદલે લાકડી વડે માર મારવાની સત્તા GRD મહિલા જવાનને કોણે આપી તેવો સવાલ લોકો કરી રહ્યા છે.

હવે વાયરલ વીડિયો મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અને મહિલા જવાન સામે કડક કાર્યવાહી થશે કે કેમ તેના પર સૌની નજર મંડાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande