

- 11 હજાર વોલ્ટની લાઇન અડી જતાં લાઇટ વ્યવસ્થા ખોરવાઈ, નગરપાલિકાએ તાત્કાલિક સમારકામ કર્યું.
છોટાઉદેપુર, 27 નવેમ્બર (હિ.સ.) : બોડેલી-અલીપુરા ડભોઈ રોડ પર ડિવાઇડર ઉપર ઇકો ગાડી અથડાતાં ડિવાઇડર પર લગાવવામાં આવેલા પોલને નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતને પગલે પોલ સાથે જોડાયેલી LED લાઇટો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી, જેના કારણે રોડ પર રાત્રિના સમયે અંધારું છવાયું હતું.
આ ઘટનાને ધ્યાનમાં રાખીને બોડેલી નગરપાલિકાના દિવાબત્તી વિભાગના સ્ટાફ દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 11 હજાર વોલ્ટની વીજલાઇન સાથે લાઇન અડી જવાના કારણે સર્જાયેલી સમસ્યાનું સમારકામ કરી LED લાઇટો ફરીથી ચાલુ કરવામાં આવી છે.
નગરપાલિકાના સ્ટાફ દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવતાં માર્ગ પર ફરીથી પ્રકાશ વ્યવસ્થા શરૂ થઈ છે, જેથી રાત્રિના સમયે પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ