




છોટાઉદેપુર, 28 નવેમ્બર (હિ.સ.) : છોટા ઉદેપુરના પ્રવાસે આવેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટના હમીરપુરા ગામે આદિવાસી સમાજની ગ્રામીણ સંસ્કૃતિના આસ્વાદને માણ્યો હતો.
હર્ષ સંઘવીએ હમીરપુરા ગામે નારણભાઈ રાઠવાના ઘરે સાત્વિક ભોજન ગ્રહણ કરી આદિવાસી પરિવારનું આતિથ્ય માણ્યું હતું. તેમણે અડદના ઢેબરા, દાળ, મકાઈનો રોટલો, લાલ ચોખા અને લીલી તુવેરનો આનંદ માણ્યો હતો.
હર્ષ સંઘવીએ અહીં ખાટલા સભા યોજી ગ્રામીણો સાથે સંવાદ કર્યો હતો.
આ તકે નાયબ મુખ્યમંત્રીનું નારણપુરા ગામના આદિવાસી લોકો દ્વારા પારંપરિક નૃત્ય અને લોક ગીતો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે સંઘવીએ પણ ઉમળકા સાથે આ કલા ઉત્સવમાં સહભાગી બન્યા હતા અને કરતાલ વગાડી પોતાનો આનંદ પ્રકટ કર્યો હતો. અને આ રીતે હમીરપુરાના આદિવાસી ભાઈ બહેનોનું અભિવાદન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ