ઝારખંડના રામગઢમાં માર્ગ અકસ્માત, એક જ પરિવારના 13 સભ્યોના મોત
રામગઢ (ઝારખંડ), નવી દિલ્હી, 29 નવેમ્બર (હિ.સ.). ઝારખંડના રામગઢ જિલ્લાના પેંકી ગામ પાસે કુજ્જુ ઓપી (પોલિટ આઉટ પોસ્ટ) અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ 33 પર શનિવારે અડધી રાત વીત્યા બાદ લગભગ 1:30 વાગ્યે થયેલા માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 13 સભ્યો (પાંચ મ
અકસ્માત ગ્રસ્ત સ્કોર્પીઓ કાર


રામગઢ (ઝારખંડ), નવી દિલ્હી, 29 નવેમ્બર (હિ.સ.). ઝારખંડના રામગઢ જિલ્લાના પેંકી ગામ પાસે કુજ્જુ ઓપી (પોલિટ આઉટ પોસ્ટ) અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ 33 પર શનિવારે અડધી રાત વીત્યા બાદ લગભગ 1:30 વાગ્યે થયેલા માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 13 સભ્યો (પાંચ મહિલા અને આઠ પુરુષ) ના મોત થઈ ગયા. આમાં એક બાળકી પણ છે. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે.

બતાવવામાં આવ્યું છે કે, બિહારના નાલંદા જિલ્લાથી આવી રહેલી સ્કૉર્પિયો (બીઆર 21પી 6331)માં 14 લોકો સવાર હતા. આ લોકો પરિવારના એક સભ્યની શિક્ષક તરીકે નોકરી લાગવાની ખુશીમાં રજરપ્પા મંદિરમાં પૂજા-અર્ચના કરવા જઈ રહ્યા હતા. ચર્ચા છે કે, તેઝ ગતિની સ્કૉર્પિયોએ આગળ જઈ રહેલા કોઈ અજ્ઞાત વાહનને ટક્કર મારી દીધી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૉર્પિયોમાં બેઠેલા લોકોને સંભાળવાની તક મળી નહીં અને સફર માતમમાં બદલાઈ ગઈ.

બધા જ શવો રામગઢ સદર હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ બિહારના નાલંદા જિલ્લાના બેન પોલીસ સ્ટેશન અને પીડિત પરિવારજનો સાથે સંપર્ક સાધી રહી છે, જેથી મૃતકોની ઓળખ કરી આગળની કાર્યવાહી કરી શકાય.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તબક્કે તેજ ગતિ અને આગળ ચાલી રહેલા અજ્ઞાત વાહનને ટક્કર મારવી એ દુર્ઘટનાનું કારણ પ્રતીત થાય છે. વાસ્તવિક પરિસ્થિતિઓ અને અન્ય પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. રામગઢ એસપી મુકેશ કુમાર લુનાયતે 13 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિતેશ પ્રકાશ / વિકાસ કુમાર પાંડે / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande