પોરબંદર આઈ.ટી.આઈ. ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો
પોરબંદર, 03 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુ ઉમેદવારો વચ્ચે સેતુરૂપ બની રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના આશયથી આઈ.ટી.આઈ પોરબંદર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું
પોરબંદર  આઈ.ટી.આઈ. ખાતે  ઔદ્યોગિક  ભરતી મેળો   યોજાયો.


પોરબંદર  આઈ.ટી.આઈ. ખાતે  ઔદ્યોગિક  ભરતી મેળો   યોજાયો.


પોરબંદર  આઈ.ટી.આઈ. ખાતે  ઔદ્યોગિક  ભરતી મેળો   યોજાયો.


પોરબંદર, 03 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા

નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુ ઉમેદવારો વચ્ચે સેતુરૂપ બની રોજગારીની તકો ઉપલબ્ધ

કરાવવાના આશયથી આઈ.ટી.આઈ પોરબંદર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું

હતું.

આ ભરતી મેળામાં પોરબંદર જિલ્લાના કુલ 1,000 ઉમેદવારોને ઈ-મેલ તેમજ સોશિયલ

મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લેવા આમંત્રિત કરવામાં

આવ્યા હતા. તે પૈકી કુલ 67 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતાઓ તરીકે જિલ્લા

શિક્ષણાધિકારીની કચેરી, રામ એન્ટરપ્રાઇઝ, હોટેલ કાવેરી ઇન્ટરનેશનલ, માધવ સ્ટેશનરી, ધન્યતા હોસ્પિટલ તેમજ ITM SKILL ACADEMY (ICICI BANK)ના મેનેજર અને પ્રતિનિધિઓ ઉપસ્થિત

રહ્યા હતા. તેમણે પોતાના એકમો અને સંસ્થાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ, જોબ પ્રોફાઇલ તથા ભરતી માટેની જરૂરી

લાયકાત અંગે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપી હતી.

ત્યારબાદ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોની

શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ, પ્રેક્ટિકલ પરીક્ષા અને કૌશલ્યના આધારે કુલ 19 રોજગારવાંચ્છુ ઉમેદવારોની પ્રાથમિક

પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના બીજા તબક્કા

માટે ફરીથી બોલાવવામાં આવશે.

આ ઉપરાંત રોજગાર કચેરીના જુનિયર રોજગાર અધિકારી

અને કાઉન્સેલરશ્રીઓ દ્વારા ઉમેદવારોને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

હતું. સાથે જ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના, મોડેલ કેરિયર સેન્ટર તેમજ નેશનલ કરિયર સર્વિસ (NCS) પોર્ટલ અંગે માહિતી આપી તેનો વધુમાં

વધુ લાભ લેવા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.

જિલ્લા રોજગાર અધિકારી દિનેશ પરમાર દ્વારા

સમગ્ર ભરતી મેળાનું સંકલન કરવામાં આવ્યું હતું તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું

પાડવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande