રખડતા સાંઢ સાથે બાઈક અથડાતાં 30 વર્ષીય યુવકનું મોત, બીજો યુવાન ગંભીર
ગીર સોમનાથ 3 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર-ઉના ફોરટ્રેક હાઈવે પર દેવળી ગામના ઓલેશ્વર વાડી વિસ્તાર નજીક રખડતા સાંઢના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાત્રે 11 વાગ્યા બાદ બાઈક પર પસાર થઈ રહેલા દેવળી ગામના ગોપાલભાઈ અને લલિત ભાઈની બાઈ
રખડતા સાંઢ સાથે બાઈક અથડાતાં


ગીર સોમનાથ 3 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર-ઉના ફોરટ્રેક હાઈવે પર દેવળી ગામના ઓલેશ્વર વાડી વિસ્તાર નજીક રખડતા સાંઢના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાત્રે 11 વાગ્યા બાદ બાઈક પર પસાર થઈ રહેલા દેવળી ગામના ગોપાલભાઈ અને લલિત ભાઈની બાઈક રસ્તા વચ્ચે અચાનક આવી ચઢેલા સાંઢ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બંને યુવાનો રોડ પર પટકાતાં ગોપાલભાઈ ને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે લલિત ને પણ ગંભીર ઈજાઓ પહોંચતાં તેમની હાલત નાજુક બની હતી અને તેઓ કોમામાં સરી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવને પગલે દેવળી ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાઈવે પર રખડતાં પશુઓના કારણે વાહનચાલકોની સુરક્ષાનો પ્રશ્ન ફરી એકવાર ગંભીર બન્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે રસ્તા પર અચાનક આવી ચઢતાં પશુઓ અકસ્માતનું કારણ બની રહ્યાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande