દસલાણા, કાનપુરા અને ઝીંઝુવાડા રણમાં અગરિયા પરિવારોના બાળકોને હેલ્પ્સ ફાઉન્ડેશન દિવાળી સામગ્રી આપી
અમદાવાદ,03 નવેમ્બર (હિ.સ.) દેશભારમાં એનજીઓ અને સ્વૈછિક સંસથાઓ શહેરોમાં જરૂરતમંદ બાળકોને દિવાળીના કપડાં ,મીઠાઇ અને ફટાકડા આપે છે પરંતુ ખુશીઓ કી દિવાલી’ સેવાકાર્ય હેઠળ હેલ્પ્સ ફાઉન્ડેશને દસલાણા, કાનપુરા અને ઝીંઝુવાડા રણમાં અગરિયા પરિવારોના બાળકોને દ
HELPS Foundation provided Diwali items to children from agrarian families in Daslana, Kanpura and Jinjuwada Rann


અમદાવાદ,03 નવેમ્બર (હિ.સ.) દેશભારમાં એનજીઓ અને સ્વૈછિક સંસથાઓ શહેરોમાં જરૂરતમંદ બાળકોને દિવાળીના કપડાં ,મીઠાઇ અને ફટાકડા આપે છે પરંતુ ખુશીઓ કી દિવાલી’ સેવાકાર્ય હેઠળ હેલ્પ્સ ફાઉન્ડેશને દસલાણા, કાનપુરા અને ઝીંઝુવાડા રણમાં અગરિયા પરિવારોના બાળકોને દિવાળી સામગ્રી આપી.

હેલ્પ્સ ફાઉન્ડેશન, અમદાવાદે ‘ખુશીઓ કી દિવાલી’ સેવાકાર્ય હેઠળ દસલાણા અને કાનપુરા પ્રાથમિક શાળાના બાળકોને મીઠાઈ અને ચવાણું આપ્યાં. ઝીંઝુવાડા રણમાં રહેતા અગરિયા પરિવારોને કપડાં, મીઠાઈ અને ચવાણું વહેંચ્યાં. ફાઉન્ડેશનના સ્થાપક ડો. ધીરેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ સેવાકાર્ય યોજાયું હતું. આ કાર્યક્રમ દર વર્ષની પરંપરા મુજબ દિવાળીના પર્વ નિમિત્તે યોજાયો હતો.

સેવાકાર્યમાં દીપક ઈશ્વરભાઈ પરમાર (પે સેન્ટર આચાર્ય, વિરમગામ) અને હંસા પરમાર (આચાર્યા, ધાકડી પ્રાથમિક શાળા)એ મદદ કરી હતી. ડો. કાજલ પટેલ, ધ્યાન પટેલ, નિશા પટેલ અને વંશ પટેલ પણ સેવાકાર્યમાં જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande