દિવાળીના તહેવારો પહેલાં રાપરમાં ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો! 21 ખાદ્ય નમૂના લેવાયા, તેલની ગુણવત્તા પણ મશીનથી ચકાસાઈ
-છાપાના કાગળમાં સેવ-ગાંઠિયા આપતા વેપારીઓને તંત્રની લાલ આંખ, મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ઓચિંતી તપાસથી વેપારીઓમાં દોડધામ કચ્છ, 03 નવેમ્બર (હિ.સ.) દિવાળીના તહેવારો નજીક આવતાં જ બજારોમાં મીઠાઈ અને ફરસાણની ખરીદીમાં વધારો થવા લાગ્યો છે. તહેવારોની ઉજવ
રાપર ખાતે ફૂડ વિભાગ ની ચેકીંગ


રાપર ખાતે ફૂડ વિભાગ ની ચેકીંગ


-છાપાના કાગળમાં સેવ-ગાંઠિયા આપતા વેપારીઓને તંત્રની લાલ આંખ, મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ઓચિંતી તપાસથી વેપારીઓમાં દોડધામ

કચ્છ, 03 નવેમ્બર (હિ.સ.) દિવાળીના તહેવારો નજીક આવતાં જ બજારોમાં મીઠાઈ અને ફરસાણની ખરીદીમાં વધારો થવા લાગ્યો છે. તહેવારોની ઉજવણી વચ્ચે નાગરિકોના આરોગ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય અને લોકોને શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અત્યારથી જ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભુજ-કચ્છની ફૂડ સેફ્ટી ટીમે રાપર શહેરમાં વિવિધ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 21 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના એકત્રિત કરી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ-કચ્છના ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એમ. પટેલ અને એસ.બી. પટેલની ટીમ દ્વારા રાપર વિસ્તારમાં આવેલી વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને દિવાળીના દિવસોમાં વધુ પ્રમાણમાં વેચાતી સેવ, ગાંઠિયા, પેંડા, બરફી, સાટા અને ચેવડા જેવી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન લેવામાં આવેલા ૨૧ નમૂનાઓને સ્ટેટ ફૂડ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. તેના રિપોર્ટના આધારે જો કોઈ ખાદ્ય પદાર્થ ગુણવત્તાના નિર્ધારિત માપદંડો પર ખરો નહીં ઉતરે તો સંબંધિત વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ તપાસની વિશેષતા એ રહી કે ફરસાણની દુકાનો અને નાસ્તા હાઉસમાં વપરાતા તેલની ગુણવત્તા પણ સ્થળ પર જ TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ) મશીન દ્વારા ચકાસવામાં આવી હતી. વારંવાર ગરમ કરવામાં આવતા તેલમાં હાનિકારક તત્ત્વોનું પ્રમાણ વધી શકે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આથી તેલની ગુણવત્તા અંગે પણ વેપારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

તપાસ દરમિયાન સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોના સંગ્રહ, કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા અને યોગ્ય વેસ્ટ નિકાલ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. ખાસ કરીને સેવ-ગાંઠિયા સહિતની ખાદ્ય સામગ્રી છાપાના કાગળમાં આપવાની પ્રથા બંધ કરવા કડક તાકીદ કરવામાં આવી હતી. પ્રિન્ટિંગ ઇંકમાં રહેલા હાનિકારક રસાયણો ખોરાકમાં ભળી આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે.

તંત્ર દ્વારા તમામ વેપારીઓને FSSAIના નિયમોનું પાલન કરી શુદ્ધ અને તાજી ખાદ્ય સામગ્રીનું વેચાણ કરવા સૂચના અપાઈ છે. આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રાખવામાં આવશે. દિવાળીની મીઠાશમાં ભેળસેળ અને બેદરકારીનું ઝેર ન ભળે તે માટે તંત્રની આ કાર્યવાહી મહત્વપૂર્ણ બની રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande