વલસાડમાં પ્રભા પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદન વેચાણ
વલસાડ,03 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને પ્રાકૃતિક કૃષિ પેદાશોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી વલસાડમાં ‘પ્રભા પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નું નાણાં, શહેરી વિકાસ અને
Prabha Prakritik Agriculture farm produce sale in Valsad


વલસાડ,03 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને પ્રાકૃતિક કૃષિ પેદાશોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી વલસાડમાં ‘પ્રભા પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નું નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુ દેસાઈ અને સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યુ હતું.

મુખ્યમંત્રીએ શોપનું નિરીક્ષણ કરીને ઉપલબ્દ્ધ ઉત્પાદનો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.

આ શોપને એક મોડલ સેન્ટર છે, જ્યાં પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવેલી તાજી શાકભાજી,ફળો, અનાજ અને મધ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત,આ શોપમાં પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સામગ્રી જેવી કે 'ઘન જીવામૃત', 'ગૌમૂત્ર', 'બીજામૃત' અને 'જીવામૃત' પણ ખેડૂતો અને ગ્રાહકોના વેચાણ માટે મૂકવામાં આવ્યા છે.

પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પેદાશોને યોગ્ય વેચાણ વ્યવસ્થા અને બજાર ઉપલબ્ધ થાય તેમજ નાગરિકોને ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સરળતાથી મળી રહે તે દિશામાં આ કેન્દ્ર મહત્વપૂર્ણ બની રહેશે. આ પહેલથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળવાની સાથે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ પણ વધશે.

વલસાડ જિલ્લામાં સ્થાપિત કરવામાં આવનાર 10 કિઓસ્ક (Kiosks) ની યોજનાનો એક ભાગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનો માટે એક મજબૂત સપ્લાય ચેઈન ઉભી કરવાનો છે, તેથી ઉત્પાદનથી લઈને સીધા ગ્રાહકો સુધી વેચાણની પ્રક્રિયા સરળ બને અને ખેડૂતોને તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ મળી રહે.

આ કાર્યક્રમમાં વલસાડ ધારાસભ્ય ભરત પટેલ, જીલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande