દિવાળી પહેલાં સુરતમાં મીઠાઈની દુકાનો પર SMCની તવાઈ, 9 ટીમો દ્વારા સઘન તપાસ
સુરત, 03 નવેમ્બર (હિ.સ.) દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે મીઠાઈની દુકાનો અને ઉત્પાદન એકમો સામે તપાસ અભિયાન શરૂ કર્યું છે. તહેવાર દરમિયાન લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મીઠાઈ મળી રહે તે હેતુથી પાલિકાની 9 વ
SMC Cracks Down on Sweet Shops


સુરત, 03 નવેમ્બર (હિ.સ.) દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે મીઠાઈની દુકાનો અને ઉત્પાદન એકમો સામે તપાસ અભિયાન શરૂ કર્યું છે. તહેવાર દરમિયાન લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મીઠાઈ મળી રહે તે હેતુથી પાલિકાની 9 વિશેષ ટીમો અલગ-અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી છે. ખાસ કરીને મીઠાઈમાં વપરાતા માવા, કાજુ-બદામ સહિતના ડ્રાયફ્રૂટ્સ અને ચાંદીના વરખની ગુણવત્તા પર નજર રાખવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવી રહ્યા છે અને તેને વધુ ચકાસણી માટે સુરતની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નકલી માવો, હલકી ગુણવત્તાના ડ્રાયફ્રૂટ્સ અથવા અખાદ્ય ચાંદીના વરખના ઉપયોગથી ગ્રાહકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

સુરત મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર કામાક્ષી સેલરના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે લેબોરેટરી રિપોર્ટ આવવામાં 14 દિવસ જેટલો સમય લાગે છે, પરંતુ દિવાળીને ધ્યાનમાં રાખીને તપાસ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. જો તપાસમાં ભેળસેળ કે ગુણવત્તા સંબંધિત કોઈ ગેરરીતિ સામે આવશે તો જવાબદાર વેપારીઓ સામે FSSAIના કાયદા હેઠળ એજ્યુડિકેટિંગ ઓફિસર મારફતે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande