વાલિયામાં રંગ અવધૂત મહારાજ વિરચિત અવધૂતી આનંદ પર આધારિત 3 દિવસીય જ્ઞાનયજ્ઞ યોજાયો
સ્વામી નિજાનંદ સરસ્વતીજીના મુખારવિંદથી એવો દિ દેખાડ ભજનની રસધારા વહી સાથે ગુણાનુવાદ થયો - અવધૂત પરિવાર વાલિયા અને પરમ શ્રુતિ દર્શન વલસાડના સંયુક્ત ઉપક્રમે દિવ્ય જ્ઞાનયજ્ઞ સંપન્ન - જેને ભગવાન જ વ્હાલા હોય એ જગ્યા કહેવાઈ વાલિયા સ્વામી નિજાનંદ સર
વાલિયામાં રંગ અવધૂત મહારાજ વિરચિત અવધૂતી આનંદ પર આધારિત 3 દિવસીય જ્ઞાનયજ્ઞ યોજાયો


વાલિયામાં રંગ અવધૂત મહારાજ વિરચિત અવધૂતી આનંદ પર આધારિત 3 દિવસીય જ્ઞાનયજ્ઞ યોજાયો


વાલિયામાં રંગ અવધૂત મહારાજ વિરચિત અવધૂતી આનંદ પર આધારિત 3 દિવસીય જ્ઞાનયજ્ઞ યોજાયો


વાલિયામાં રંગ અવધૂત મહારાજ વિરચિત અવધૂતી આનંદ પર આધારિત 3 દિવસીય જ્ઞાનયજ્ઞ યોજાયો


- સ્વામી નિજાનંદ સરસ્વતીજીના મુખારવિંદથી એવો દિ દેખાડ ભજનની રસધારા વહી સાથે ગુણાનુવાદ થયો

- અવધૂત પરિવાર વાલિયા અને પરમ શ્રુતિ દર્શન વલસાડના સંયુક્ત ઉપક્રમે દિવ્ય જ્ઞાનયજ્ઞ સંપન્ન

- જેને ભગવાન જ વ્હાલા હોય એ જગ્યા કહેવાઈ વાલિયા સ્વામી નિજાનંદ સરસ્વતીજી

ભરૂચ,03 નવેમ્બર (હિ.સ.) વાલિયાના રંગ ઉપવન ખાતે રંગ અવધૂત મહારાજ વિરચિત અવધૂતી આનંદ ગ્રંથના ભજન આધારિત 3 દિવસીય જ્ઞાનયજ્ઞ કાર્યક્રમનું સુંદર અને ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું હતું. 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વામી નિજાનંદ સરસ્વતીજીએ એવો દિ દેખાડ વિષય પર શ્રદ્ધાળુઓને ભાવસભર પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે દરરોજ સાંજે ભજન અને પ્રવચનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રંગ અવધૂત મહારાજ ભક્તો ઉપસ્થિત રહી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.

વાલિયા અવધૂત પરિવાર અને પરમ શ્રુતિ દર્શન વલસાડના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસીય જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જ્ઞાનયજ્ઞમાં સિંહફાળો ધર્મેન્દ્રસિંહ રણા અને વિરેન્દ્રસિંહ રણાનો રહ્યો હતો.આ જ્ઞાનયજ્ઞનો મુખ્ય વિષય રંગ અવધૂત મહારાજ વિરચિત અવધૂતી આનંદ ગ્રંથમાંથી લેવાયેલું પ્રસિદ્ધ ભજન એવો દિ દેખાડ હતો.સ્વામી નિજાનંદ સરસ્વતીજીના વ્યાસપીઠેથી અમૃતવાણીનો લાભ શ્રદ્ધાળુઓને મળ્યો હતો. સ્વામીજીએ માનવ જીવનમાં દુઃખ અને સમસ્યાઓથી પર થઈને પરમેશ્વરના દર્શન અને પરમ શાંતિ કેવી રીતે મેળવવી તે અંગે સરળ અને ગહન સમજ આપી હતી.જેટલું તમને ભગવાને આપ્યું છે તે કોઈને આપવા માટે જ આપ્યું છે.દાન જરૂરિયાતમંદોને આપો ભૂખ્યાને આપો .લોભ દાન આપવાથી જ નિયંત્રણમાં રહે ,કલ્યાણ થાય તેમાં દાન આપો .આપણી પાસે ગમે તેટલું ધન,બુદ્ધિ ,બળ કે સામર્થ્ય હોય તો પણ પોતાનાથી બધું નથી થતું અભિમાન છોડશો તો પ્રભુ કૃપાથી થાય બાકી પછડાતા હોય છે.

આશક્તિ છે કે નહીં તે માપવાનું દાન છે .જેટલા દેખાય છે તેમાં ભગવાન છે પરંતુ ભગવાન અરૂપી છે .શરીર ચગડોળમાં બેસવા જેવું છે .વિશ્વમાં ભગવાન છે પરંતુ અરૂપ છે .હું ભાવ છોડી અરૂપ હૃદયમાં બેઠેલા ભગવાનને ઓળખવા પડે છે. દુઃખથી છોડાવે તેને વ્હાલુ કહેવાય ,હંમેશા સાથ આપે એને વ્હાલા કહેવાઈ અને નિત્ય રહેવા વાળું હોય તેને વ્હાલા કહેવાઈ.જેને ભગવાન જ વ્હાલા હોય એ જગ્યા કહેવાઈ વાલિયા આવા ભક્તોની ઉપર ભગવાન અવધૂતના વ્હાલ છે.લોકો ભલે કડવા બોલ બોલે આપણે મીઠું બોલો .જ્યાં સુધી ભગવાનને હૃદયમાં નહીં દર્શન કરો ત્યાં સુધી ભટક્યા રહેશો.

સ્વામીજીએ રંગ અવધૂત મહારાજના શબ્દોને ગુણાર્થ સાથે સમજાવ્યા .આપને નારેશ્વરની ભૂમિને આંગણી ચીંધીને બતાવી એવા રંગ અવધૂત મહારાજ છે

ધર્મેન્દ્રસિંહ રણા

આયોજકો દ્વારા જણાવ્યા અનુસાર બાપજી રચિત આ ભજન વિષયરૂપે પરમેશ્વરના દર્શન કરાવી આપણી દુવિધાઓ દૂર કરવા માટે અત્યંત સમર્થ છે. જ્ઞાનયજ્ઞ આયોજન સમિતિ વાલિયાના અગ્રણીઓ જયેન્દ્રસિંહ અટોદરિયા, મોતીસિંહ નરોલીયા, નરેન્દ્રસિંહ રહેવર અને સંજયસિંહ બોરસદિયા સહિતના સભ્યોની જહેમતથી આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande