પોરબંદરમાં મિલકતના ભાગ બાબતે બે ભાઈઓ વચ્ચે મારામારી
Gujarat, 04 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના ખોજાખાના વિસ્તારમાં આવેલી પારસ ડેરીના પાર્કિંગમાં મિલકતના ભાગ બાબતે બે સગા ભાઈઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોટા ભાઈ અશોકભાઈ જીવનભાઈ મોકરીયા (ઉ.વ. 47), રહે.વાડી પ્લોટ, આસ્થા બેકરીની બા
પોરબંદરમાં મિલકતના ભાગ બાબતે બે ભાઈઓ વચ્ચે મારામારી


Gujarat, 04 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના ખોજાખાના વિસ્તારમાં આવેલી પારસ ડેરીના પાર્કિંગમાં મિલકતના ભાગ બાબતે

બે સગા ભાઈઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોટા ભાઈ અશોકભાઈ જીવનભાઈ મોકરીયા (ઉ.વ. 47), રહે.વાડી પ્લોટ, આસ્થા બેકરીની બાજુમાં, બાલાજી આંગન એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. 301, પોરબંદરને ઈજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, પારસ ડેરીની મિલકતના ભાગ બાબતે ફરિયાદી અશોકભાઈ અને તેમના ભાઈ વિજય જીવનભાઈ મોકરીયા, રહે. ગધાઈવાળાના નાકા પાસે, પોરબંદર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીએ પારસ ડેરી માંથી કોઈ ભાગ નહીં આપું તેમ

કહી ગાળાગાળી કરી હતી અને ઉશ્કેરાઈને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.હુમલામાં અશોકભાઈને ડાબા કાન અને ડાબી આંખમાં લોહી નીકળે તેવી ઈજાઓ થઈ હતી. ઉપરાંત ડાબા હાથની ત્રીજી આંગળી અને ઘૂંટણના ભાગે ઈજાઓ થઈ હતી તથા નાકમાં ફ્રેક્ચર થયું હતું.આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા સબબ પણ ગુનો નોંધાયો છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande