



Gujarat, 04 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન અસ્પી કૃષિ
મહાવિદ્યાલય, પોરબંદર જિલ્લાના ખાપટ ખાતે કૃષિ
મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ) તથા પ્લેસમેન્ટ સેલ (અસ્પી
કૃષિ મહાવિદ્યાલય, ખાપટ)ના સંયુક્ત ઉપક્રમેFostering Student Innovation and
Startups in Gujarat વિષય હેઠળ એક દિવસીય સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં
બૌદ્ધિક સંપદા અધિકારો (IPR)
અંગે જાગૃતિ લાવવા સાથે કૃષિ
ક્ષેત્રમાં રહેલી સ્ટાર્ટઅપ તકો વિશે માર્ગદર્શન પૂરું પાડી નવા વિચારોને
વ્યવસાયિક રૂપ આપવાનો હતો. કૃષિ ક્ષેત્રના વર્તમાન પડકારો સામે યુવા વિદ્યાર્થીઓના
ઇનોવેટિવ આઇડિયા કઈ રીતે ઉપયોગી બની શકે અને રાજ્ય સરકારની એસએસઆઈપી 2.0 પોલિસી હેઠળ વિદ્યાર્થીઓ કેવી રીતે
સહાય મેળવી શકે તે અંગે તજજ્ઞો દ્વારા વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉદ્યોગસાહસિક સમીરભાઈ પુરોહિતે
પોતાના વ્યાવસાયિક અનુભવો રજૂ કરી કૃષિ ક્ષેત્રના પડકારો સામે ઈનોવેશનની ભૂમિકા
સ્પષ્ટ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અસ્પી કૃષિ
મહાવિદ્યાલયના 200 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી મેમ્બર્સે ઉત્સાહપૂર્વક ભાગ
લીધો હતો અને સમગ્ર સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ અને પેટન્ટ પ્રક્રિયા અંગે
પ્રશ્નોતરી કરી ઊંડાણપૂર્વક માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ
સંકલન ડૉ. ડી. એમ. કક્કડ,
ડૉ. પી. આર. શાહ અને ડૉ. નંદીશા સી.
વી. દ્વારા કરવામાં આવ્યું હતું, જેને
પરિણામે આ આયોજન બદલ બંને સેલના સંયોજકો અને સ્ટાફગણને સર્વત્ર બિરદાવવામાં આવ્યા હતા.
જુનાગઢ કૃષિ યુનિર્વસિટીના કુલપતિ ડૉ. વી. પી.
ચોવટિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ડૉ. પી. ડી. કુમાવત, ડૉ. એચ. આર. વદર, ડૉ. સી. ડી. લખલાણી, ડૉ. બી. સ્વામિનાથન અને ડૉ. હિરેન
ઢોલરિયા ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya